(જી.એન.એસ.) ગાંધીનગર. તા.28
સુરતની ઘટના બન્યા પછી ગુજરાતના દરેક જિલ્લાનું તંત્ર ગેરકાયેદેસર ટ્યુશન કલાસીસ ચાલતા હોય ત્યાં દરોડા પાડવાનું કામ જોર શોર થી ચાલુ કરી દીધું છે.જે કલાસીસમા ફાયર સેફટી ના હોય તેને સીલ કરી દેવામાં આવ્યા છે.ગાંધીનગરમા પણ તંત્ર દ્વારા કલાસીસ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તંત્ર દ્વારા અત્યારે તો મુખ્ય ટ્યુશન કલાસીસ અને સ્કૂલો તેમજ હોટલો ઉપર જ મહત્વ આપવામાં આવ્યુ છે પરંતુ બીજા ઘણા એવા બિઝનેશ છે,તેમજ હોસ્પિટલો પણ છે. જયાં ફાયર સેફટીતો નથી જ પણ સાથે સાથે બીજા ઘણા નિયમોનું ઉલલઘન થતું હોય છે ત્યાં કેમ તંત્ર પગલાં ભરતું નથી? શુ તંત્ર હોસ્પિટલોમાં આગ લાગે અથવા કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોઈ રહી છે?ગાંધીનગર શહેરમા સેકટર 7 મા આવેલી નવજીવન હોસ્પિટલમા જ્યા ફાયર સેફટીની બોટલોની એસકપાઈડ તારીખ 2017મા પુરી થઈ ગઈ છે છતાં પણ આજની તારીખ સુધી પણ બદલવામાં નથી આવી.નવજીવન હોસ્પિટલ બે માળની છે.અને સામે ફાયરની બોટલ 5ooml ની જ છે.આ હોસ્પિટલ રહેણાક એરિયામાં ચાલે છે. અહીંયા હોસ્પિટલની મંજૂરી કોને આપી? શુ આ હોસ્પિટલનું રાજીસ્ટેશન થયેલું છે ? આટલી મોટી હોસ્પિટલ કોની રહેમ નજર હેઠળ ચાલે છે? કોના આશીર્વાદ છે. કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી? ગાંધીનગરના સેકટર 7મા ઘણી એવી હોસ્પિટલો છે.જે રહેણાક મકાનોમાં ચાલે છે.છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. સુરત જેવી ઘટના બને પછી જ પગલાં લેવાના છે કે શું? હોસ્પિટલો ગેરકાયદેસર છે તે સ્પષ્ટ દેખાય છે.તો પણ કેમ કોઈ પગલાં નહિ?.જો કોઈ નાનો વેપારી રોડ ઉપર કે ફૂટપાથ ઉપર ઉભો રહી વેપાર કરતો હોય તો તરત જ કોર્પોરેશનના અધિકારીઓ નિયમો બતાવી દંડ ફટકારી એનો સમાન ઉપાડી જાય છે. તમારા નિયમો શુ નાના વેપારીઓ માટે બનાવાયા છે? કેમ ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલોને છવારવામાં આવે છે?કેમ ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલોને નિયમો બતાવવામાં આવતા નથી? ડોકટરો સાથે વહીવટ કરી લેવમાં આવે છે?કે પછી કોઈ રાજકીય દબાણ આવે છે? આ હોસ્પિટલમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો કેટલા લોકોને જીવ ગુમાવવા પડશે તેનો અંદાજ છે ? કેટલા લોકોના સપના વેડફાઈ જશે? થોડું વિચારો અને આ ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલોને સીલ કરી કાયદાનું ભાન કરવો.ગાંધીનગર સેકટર 7ની નવજીવન હોસ્પિટલની મુલાકતે અમારી ટિમ ગઈ ત્યારે દૂધ નું દૂધ અને પાણી નું પાણી સ્પષ્ટ થઈ ગયું આ ગેરકાયેદેસર હોસ્પિટલ ચલાવતા ડોક્ટર.જે.ડી.પ્રજાપતિ જી.એન.એસ સાથે વાત ચિત કર્યા વિના હોસ્પિટલ છોડીને ભાગી ગયા.સેકટર 7 મા તો ઘણી હોસ્પિટલો છે. જે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવે છે.શુ તંત્ર આવી ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલો ઉપર કોઈ પગલાં ભરશે ? કે પછી મીઠી નજર રાખશે?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.