Home ગુજરાત પાટણમાં રાજપૂત સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો...

પાટણમાં રાજપૂત સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

44
0

પાટણ શહેરમાં વિજયાદશમી નિમિત્તે રાજપૂત સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોની પૂજા-વિધિ કરી પારંપારિક વિજ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિજયા દશમી દશેરાનો દિવસ એટલે રાજપૂતોની આન, બાન અને શાનના રક્ષક હથિયાર ,શસ્ત્રોનું પૂજનનો દિવસ છેક પાંડવ કાળથી ચાલી આવતી પરંપરાને પણ રાજપૂત સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે. પાટણ શહેર રાજપૂત સમાજ દ્વારા રાજપૂત કુમાર છાત્રાલય ખાતે વિજયાદશમીના પાવન દિવસે સવારે બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન અનુસાર પૂજન અને આરતી કરવામા આવી હતી. તેમજ અલગ-અલગ શસ્ત્રોનું પૂજન કરવામા આવ્યું હતું. અસુરી શક્તિ ઉપર વિજય મેળવીને દેશ અને દુનિયાનું કલ્યાણ થાય તેવી માઁ ભગવતી શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.

તેમજ સમાજમાંથી કુરિવાજો, અંધશ્રદ્ધા તેમજ વ્યસનો ત્યજીને રાજપૂત સમાજ વિશ્વમાં આગળ વધી લોકપાયોગના હંમેશા કાર્યો કરીએ તેવું ચિંતન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પાટણ શહેર રાજપૂત સમાજ દ્વારા કરવામા આવ્યું હતું. આ પ્રસંગે રતનસિંહ સોલંકી, ભેમુજી વાઘેલા, મદારસિંહ ગોહિલ, કે.એન.સોલંકી, જયદીપસિંહ વાઘેલા, નટવરસિંહ ચાવડા, વિક્રમસિંહ સોલંકી, વિજયસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, વિક્રમસિંહ ઝાલા, મફાજી રાજપૂત, કુલદીપસિંહ ગોહિલ તેમજ મોટી સંખ્યામા રાજપૂત સમાજના યુવાનો હાજર રહ્યા હતા.

શસ્ત્ર પૂજન બાદ બગવાડા દરવાજા ખાતે મહારાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકીની પ્રતિમાને અને પાટણના સ્થાપક વનરાજ ચાવડાના તૈલ ચિત્રને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના બગવાડા દરવાજા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તલવાર, બંદૂક, તીર-કામઠા સહિતના શસ્ત્રોની વિધિવત રીતે પૂજા કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનોના હોદ્દેદારો, કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શસ્ત્રોની પૂજા વિધિ બાદ જયશ્રી રામના નારા બોલાવ્યાં હતા. આ કાર્યક્રમમાં વી એચ પી અને બજરંગ દળના જયેશ વ્યાસ, હિતેશ ઠક્કર, વિનોદ પ્રજાપતિ સહિત રાજપૂત સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field