પાટણ ની સીબીએસસી માન્યતા પ્રાપ્ત અને ઈગ્લીશ મિડીયમ શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ પરિવારના વિધાર્થીઓ શિક્ષણ ની સાથે સાથે રમત ગમત ક્ષેત્રમાં પણ સ્કુલ પરિવાર ને ગૌરવ અપાવી રહ્યા છે ત્યારે આ સ્કુલ માં ધોરણ 5 મા અભ્યાસ કરતાં વિધાર્થી વિહાગ એ. સાલ્વી એ તાજેતરમાં ભોપાલ મા આયોજિત સીબીએસસી વેસ્ટ ઝોન સ્વિમિંગ સ્પર્ધા મા ભાગ લઈ ત્રણ ગોલ્ડ મેડલ મેળવી સ્કુલ પરિવાર ને ગૌરવ અપાવતા સ્કુલ પરિવાર દ્વારા તેની સિધ્ધિ ને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પાટણની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લીક સ્કુલમાં અભ્યાસ કરતા ધોરણ 5 ના વિદ્યાર્થી વિહાંગ એ. સાલ્વીએ ભોપાલ (M.P.) માં CBSE વેસ્ટ ઝોન સ્વિમિંગ સ્પર્ધામાં 200 મીટર વ્યક્તિગત મેડલી, 100 મીટર ફ્રી સ્ટાઇલ અને 50 મીટર ફ્રી સ્ટાઇલ એમ કુલ ત્રણ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી શાળાનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા આગામી રાજકોટ ખાતે યોજાનાર સ્પર્ધા માટે જશે.
વિહાગ સાલ્વી એ ત્રણ ગોલ્ડ મેડલ મેળવી સ્કુલ પરિવાર સહિત પાટણ શહેર, જિલ્લા અને ગુજરાત રાજ્ય ને ગૌરવ અપાવ્યુ હોય તેમની આ સફળતા માટે સંસ્થાના એજ્યુકયુટિવ ડાયરેક્ટર ડૉ.જે.એચ.પંચોલી તથા શાળાના આચાર્ય ડૉ. ચિરાગભાઈ પટેલ, સ્પોર્ટ્સ વિભાગના શિક્ષક ડૉ.વિશાલભાઈ ધોબી સહિત શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવી ભવિષ્યની સફળતા માટે શુભેચ્છાઓ વ્યકત કરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.