Home ગુજરાત પાટણમાં પાટણ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા સહિત કાર્યક્રમો યોજાયા

પાટણમાં પાટણ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા સહિત કાર્યક્રમો યોજાયા

37
0

પાટણ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ અને ઇકો પાટણના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સહકારી પરીષદ, સાધારણ સભા તેમજ ગુજકોમાસોલમાં વિજેતા થયેલા ડીરેક્ટર સ્નેહલ પટેલનો સત્કાર સમારોહ કાર્યક્રમ જીઆઇડીસીના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરુઆતમાં જિલ્લા ખરીદ વેચાણ સંઘની સામાન્ય સાધારણ સભા યોજાઈ હતી.  આ સભામાં સંઘના ડીરેકટરો સહિત પ્રમુખ દ્વારા ગત સભાની કાર્યસૂચિને વંચાણે લઇ બહાલી આપવામાં આવી હતી.

ત્યારબાદ નેનો યુરીયા ઉ૫યોગ વિક્રેતા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાટણ ઇફકોના ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા ખેડૂતોને નેનો યુરીયા લીકવીડના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા તબક્કાના કાર્યક્રમમાં જીઆઇડીસીના પૂર્વ ચેરમેન સહિત અન્ય મહાનુભાવોનું સંઘના ડીરેકટરો દ્વારા સ્વાગત, સન્માન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે તાજેતરમાં ગુજકોમાસોલમાં ડીરેકટરની ચૂંટણીમાં વિજેતા થયેલા નવનિયુકત સ્નેહલ પટેલનો વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં બલવંતસિંહ રાજપૂત દ્વારા સ્નેહલ પટેલનું સાફો, ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સંઘના અન્ય ડીરેકટરો દ્વારા પણ તેઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, એમ.એન.ગજરા, સંઘના ચેરમેન દેવા દેસાઇ,સુરપાલસિંહ રાજપૂત સહિત ડીરેકટરો અને સભાસદો ઉપસ્થિત રહ્યાં હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field