Home ગુજરાત પાટણમાં પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના સમારોહમાં તેજસ્વી તારલાઓનું સન્માન અને...

પાટણમાં પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના સમારોહમાં તેજસ્વી તારલાઓનું સન્માન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

25
0

પાટણના બાલાજી પાર્ટી પ્લોટ ખાતે શ્રી પાંચ ગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળનો 36 મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજ દર્પણની સાતમી આવૃત્તિનું વિમોચન, બાળકોની રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન તેમજ બાળકો એ ગત વર્ષે મેળવેલા શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સિદ્ધીને પ્રોત્સાહિત કરવા સમાજના દાતાઓ દ્વારા મેડલ અને ઇનામો આપવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ અને સમાજના સ્નેહમિલન કાર્યક્રમના ભોજન દાતા શાંતાબહેન રામચંદભાઈ પટેલ ભૂતપૂર્વ શિક્ષિકા, સમાજના વિશિષ્ટ આગેવાનો બિપીન પટેલ ( કાકા) ભૂતપૂર્વ ડાયરેક્ટર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, પ્રિતેશભાઇ ભાઈ પટેલ, APMC ચેરમેન અને સામજિક હીત ચિંતકને કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે પસંદગી કરી મંડળ થકી કરવામાં આવતી પ્રવૃત્તિઓને તેમની સમક્ષ ઉજાગર કરવામાં આવી હતી.

મંડળના પ્રમુખ ડો.ભારતી બહેન પટેલ તરફથી આવકાર પ્રવચનમાં સમાજને પોતાના બાળકોના ઉત્કર્ષ માટે સતત મહેનત કરતી માતાઓને બિરદાવવામાં આવી હતી. સામાજિક એકતા અને સામાજિક ઉત્કર્ષ માટે મંડળના આગામી આયોજનની રજૂઆત કરાઈ હતી. આગામી ચાર વર્ષમાં મંડળનું પોતાનું એક પરિસર બને તે માટે આર્થિક સહયોગ મેળવવા હાકલ કરવામાં આવી અને કાર્યક્રમ દરમિયાન જ દાતાઓ દ્વારા આર્થિક સહયોગ માટેની જાહેરાત કરવામાં આવી હતી.

ભવિષ્યમાં નિર્માણ થનાર મંડળના પરિસર માટે શ્રી ગણેશ કરવામાં આવ્યાં હતા. સમાજના મંડળનું પોતીકું ભવન બનાવવા માટેની હાકલને પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના સભાસદોએ ટેકો જાહેર કર્યો હતો. આ પ્રસંગે બિપીનભાઈ અને પ્રીતેશભાઈએ પોતે ભલે પાટણથી દુર વસતા હોય છતાં સમાજ ઉત્થાનની દરેક પ્રવૃત્તિમાં સાથે જ છે તેમ જણાવી કોઈ પણ સમયે મદદરૂપ બનવા તેમને યાદ કરવા જણાવી સામાજિક એકતાની ભાવનાના દર્શન કરાવ્યાં હતા.

આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ અને ડો.અરવિંદભાઈ કે.પટેલના સહયોગથી તેમના નાના ભાઈ સ્વ.અશ્વિનભાઇની પુણ્ય તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમા 36 બોટલ રક્ત એકત્રિત કરી રક્તદાન મહાદાનની સેવાકીય પ્રવૃત્તિ મંડળ થકી કરી શકાઇ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં 14 લાખની ઠગાઈ બાદ નામ બદલી ફરતો, ફેસબૂક પર ID બનાવતા વલસાડથી ઝડપાયો
Next articleલગ્નની દાવતમાં 100થી 150 લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર હોસ્પિટલ ખસેડ્યા,અને  હોસ્પિટલમાં બેડ પણ ખૂટ્યાં