Home ગુજરાત પાટણમાં ખેડૂત હનીટ્રેપનો શિકાર બન્યોઃ ૨૫ લાખનો કરાયો તોડ

પાટણમાં ખેડૂત હનીટ્રેપનો શિકાર બન્યોઃ ૨૫ લાખનો કરાયો તોડ

254
0

(જી.એન.એસ)પાટણ,તા.૧૩
પાટણ શહેર ના ચાચરિયા વિસ્તાર ની એક પોળ મા રહેતા અને ખેતી નો વ્યવસાય કરતા એક ખેડૂત ને અજાણ્યા નમ્બર પરથી ફોન એક યુવતી કરી પરિચય કેળવી ને આખરે હની ટ્રેપ મા ફસાવી આ ગૃહસ્થ પાસે થી રૂપિયા 50 લાખ મા થી આંગડિયા દ્વારા 25 લાખ સહિત રોકડ રકમ અને ઘરેણાં પડાવી લીધા ની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે
આ અંગે પાટણ સિટી એ ડિવિઝન મા દાખલ થયેલ પોલીસ ફરિયાદ મા શહેર ના લીમડી ચોક મા રહેતા ડાહ્યાભાઈ ઉમેદભાઈ પટેલ ઉમરવર્ષ 59 ધંધો ખેતી વાળા પર 28.7.19 ના રોજ 7041098045 પર એક અજાણી યુવતી નો ફોન આવ્યો હતો અને સામન્ય વાતચીત થયેલ ત્યારે એ યુવતી એ પોતાનું નામ માહી કહેલ અને ત્યાર બાદ આ યુવતી એ ફોન કરી પરિચય કેળવ્યો હતો દરમ્યાન 3.8.19 ના રોજ આ માહી નામની યુવતી એ ડાહ્યાભાઈ ને હારીજ કોર્ટ પાસે બોલાવેલ અને ત્યાંથી આ યુવતી અને બીજા પાંચ અજાનયા ઈસમો એ ગાડી મા બેસાડી કેનાલ પર લઈ ગયેલ અને તેમને છરી બતાવી તમને પહેરેલ દાગીના તેમજ રોકડ રકમ 880 પડાવી લીધી હતી
આ ઉપરાંત ડાહ્યાભાઈ નો નિવસ્ત્ર યુવતી સાથે વિડિઓ બનાવી ને તેમના દીકરા ને વાહટ્સેપ મા કલીપ મોકલી હતી અને બદનામ કરવાની ધમકી આપી હતી અને જો વિડિઓ વાયરલ ના કરવો હોય તો 50 લાખ ની માંગણી કરેલ તે વખતે ડાહ્યાઅભાઈ ને ભાભર ના એક આંગડિયા મા મુંબઈ ની આંગડિયા પેઢી મારફત હવાલો પડવેલ ત્યાર બાદ તેમણે છોડી મુક્યા હતા ત્યારે બાદ બીજા 25 લાખ ની માંગણી કરતા આખરે ભોગ બનનારે પાટણ પોલીસ મા ફરિયાદ આપતા પોલીસ એ ગુનો નોંધ્યો હતો
પાટણ ના આ 59 વર્ષીય ખેડૂત હની ટ્રેપ મા ફસાયા ગૃહસ્થ નો નિર્વસ્ત્ર વિડિઓ બનાવી માર મારી વિડિઓ વાયરલ કરવા ની ધમકી આપી હતી પાટણ શહેર મા હની ટ્રેપ નો બનાવ બન્યો સમગ્ર બનાવ ની તલસ્પર્શી તપાસ થાય તે જરૂરી બન્યું પાટણ જિલ્લા ની બાહોશ એલસીબી આરોપીઓ શુધી પહોંચી શકે છે કે કેમ ?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field