(જી.એન.એસ) તા. 28
પાટણ,
ચર્ચાસ્પદ બુકી સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવના ભાગીદાર ભરતને પકડી પાડી હજારો કરોડ રૂપિયાના સટ્ટાકાંડનો પર્દાફાશ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, ભરત ચૌધરીને પોલીસે અદાલતમાં રજૂ કરી 1 ઑગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ભરતના મોબાઈલ ફોનમાંથી સૌરભ ઉર્ફે મહાદેવ, દિલીપ પ્રજાપતિ, રવિકુમાર સિંગ અને રોનક પ્રજાપતિના પાસપોર્ટના ફોટો મળી આવ્યા છે. પોલીસના હાથમાં આવેલા ભરત ચૌધરીના મોબાઈલ ફોને મોટા ઘટસ્ફોટ થયા છે. ભાગીદાર અતુલ અગ્રવાલ સાથે મળેલા ફાઈનલ હિસાબમાં 5215 કરોડ રૂપિયાનું વર્ષ 2023માં ટર્નઓવર કર્યું હોવાનું એટલે કે, 5215 કરોડ રૂપિયાની સટ્ટામાં હાર-જીત થઈ છે.
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા ને બાતમી મળી હતી કે, ભરત ચૌધરી વતન પાટણમાં આવ્યો છે અને મળતીયાઓ સાથે ગ્લોબલ ટી 20 કેનેડાની મેચ પર સટ્ટો રમાડે છે. આ હકિકતના આધારે બોર્ડર રેન્જ સાયબર સેલ (Border Range Cyber Cell) ના પીએસઆઈ વાય. કે. ગોહિલે સ્ટાફ સાથે વોચ ગોઠવી પાટણ શહેરમાંથી ભરત ચૌધરીને ઝડપી લીધો હતો. ભરત મુમજીભાઇ ચૌધરીના મોબાઈલ ફોનમાંથી જુદીજુદી 23 આઈડી અને 68 ખાતા મળી આવ્યા હતા. દુબઈ સ્થિત સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ અને અતુલ અગ્રવાલ સાથે મળીને ભાગીદારીમાં ચલાવતો હોવાની કબૂલાત કરી છે. ભરત ચૌધરી પાસેથી એક મોબાઈલ ફોન અને એક કાર કબજે લેવામાં આવી છે. કારની માલિકી ભરતના ભાગીદાર રોનક પ્રજાપતિની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ભરત ચૌધરી ના મોબાઈલ ફોનમાંથી જુદીજુદી મીડિયા લિંક્સ અને ડોક્યુમેન્ટ ફાઈલમાંથી 10-20 રૂપિયાના દરની ચલણી નોટોના ફોટા મળી આવ્યા છે. આ ઉપરાંત વોટ્સએપ બિઝનેસમાં પોલીસે પંચ રૂબરૂ તપાસ કરતા ડેલટીન બ્રિજેશ ના વૉટ્સએપ એકાઉન્ટમાં 1 રૂપિયાની ચલણી નોટનો ફોટો મળી આવ્યો છે. જેની નીચે 5 પેટી આપેલ છે તેવું લખાણ મળી આવ્યું હતું. ભરત ચૌધરી દુબઈ ખાતેથી અલગ અલગ પાર્ટીના ક્રિકેટ સટ્ટામાં રૂપિયાના હવાલા કરાવતો હતો. ભરત ચૌધરીના ફોનમાંથી મળેલા હવાલા કૌભાંડ ના પૂરાવાઓને લઈને પૂછપરછ કરાતા તેણે મહાદેવ બુકના સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ ભાગીદારીમાં ધંધો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. Reddy Anna, Gajanan, Appa Book, Rajvir Online, Sunny Online, Fairplay, Lotus365, Jannat Book અને Lion Book થકી મોટાપાયે ક્રિકેટ બેટિંગનો ગેરકાયદેસર ધંધો દુબઈ સ્થિત સૌરભ અને અતુલ ભાગીદારીમાં ચલાવી રહ્યાં છે. તેમજ ભરત ચૌધરીની ત્રણ આઈટી કંપની થકી ક્રિકેટ સટ્ટા બેટિંગની મોટી રકમની હેરાફેરી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. GCT Software Solution Pvt Ltd, UGC word Trading અને LLC Ashu Technology LLC નામની ત્રણ કંપનીઓ ભરત ચલાવે છે. જીસીટી સોફ્ટવેર અમદાવાદ સ્થિત કંપની છે. જ્યારે યુજીસી અને આશુ દુબઈ બેઝ કંપનીઓ છે. આ ત્રણ કંપનીઓ થકી Cricket Betting ના આઈડી ધારકોને રૂપિયાની ચૂકવણી થતી હોવાનું સામે આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.