(જી.એન.એસ)તા.૧૯
પાટણ,
રાજ્યમાં સામાન્ય શિક્ષણમાં તો ધુપ્પલ ચાલે જ છે, પરંતુ ઉચ્ચ શિક્ષણમાં પણ કેવું અણઘડ ખાતુ ચાલે છે તેનો પર્દાફાશ પાટણમાં વિદ્યાર્થીના રેગિંગ કાંડે કર્યો છે. પાટણના વિદ્યાર્થીના રેગિંગ કાંડે ઉચ્ચ શિક્ષણના અણઘડ સંચાલનનું ઉદાહરણ રજૂ કર્યુ છે. રાજ્યમાં સામાન્ય શિક્ષણમાં તો ધુપ્પલ ચાલે જ છે, પરંતુ ઉચ્ચ શિક્ષણમાં પણ કેવું અણઘડ ખાતુ ચાલે છે તેનો પર્દાફાશ પાટણમાં વિદ્યાર્થીના રેગિંગ કાંડે કર્યો છે. પાટણના વિદ્યાર્થીના રેગિંગ કાંડે ઉચ્ચ શિક્ષણના અણઘડ સંચાલનનું ઉદાહરણ રજૂ કર્યુ છે. પાટણ રેગિંગ કાંડથી સૌથી મોટો પર્દાફાસ એ થયો છે કે રાજ્યની 13 GMERS મેડિકલ કોલેજમાં કાયમી ડીન જ નથી. આ એકાદી કોલેજની વાત નથી, આ 13-13 કોલેજની વાત છે. મેડિકલ કોલેજ ઉચ્ચ શિક્ષણમાં મોખરાનું સ્થાન ગણાય છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે તો બીજે તો શું ચાલતું હશે. આમ પાટણની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં એક વિદ્યાર્થીના મોતથી મેડિકલ એજ્યુકેશન જગતમાં ભારે હલચલ મચી ગઈ છે. જો કે, આ ઘટનાએ ઉચ્ચ શિક્ષણ વિભાગના નબળા સંચાલનની પણ પર્દાફાશ કરી છે. આમ, ટેકનિકલ સહિત અન્ય કોલેજોની જેમ મેડિકલ કોલેજો પણ ઈન્ચાર્જ ડીન-સુપ્રિટેન્ડેન્ટની રહેમ પર ચાલતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પાટણની GMERS કોલેજ જૂની 8 કોલેજોમાંની એક છે. એટલે કે આ કોલેજ 2010માં જ શરૂ થઈ હતી. પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ GMERS સંચાલિત મેડિકલ કોલેજો હાલમાં ચર્ચામાં છે. વાસ્તવિકતા એ છે કે વર્તમાન પરિસ્થિતિમાં સોસાયટી સંચાલિત 13 મેડિકલ કોલેજોમાંથી મોટાભાગની કોલેજોમાં કાયમી ડીન નથી. એટલે કે આ મેડિકલ કોલેજો ડીન ઈન્ચાર્જના હવાલે એક પ્રોફેસરને સોંપવામાં આવી છે. એટલું જ નહીં ડીન ઇન્ચાર્જમાં પણ જેઓને ચાર્જ આપવામાં આવ્યો છે તેઓ અઠવાડિયામાં એક કે બે વાર મેડિકલ કોલેજમાં હાજરી આપે છે અને પરત ફરે છે. પાટણ મેડિકલ કોલેજ ડીન ઈન્ચાર્જ દ્વારા ચલાવવામાં આવે છે. આમ, હાલમાં મેડિકલ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજોમાં કોઈ વ્યવસ્થા નથી, જેઓને ચાર્જ આપવામાં આવ્યો છે તેઓ કોલેજમાં રહેતા નથી, પાટણ સહિત અનેક મેડિકલ કોલેજોમાં હોસ્ટેલમાં કાયમી રેક્ટર ન હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી-GMERSની રચના રાજ્યમાં વર્ષ 2010માં કરવામાં આવી હતી અને તેના નેજા હેઠળ વિવિધ શહેરોમાં સરકારી-સ્વ-નિર્ભર મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.