Home ગુજરાત પાટણના રોડામાં યોજાયેલા મેગા મેડિકલ કેમ્પમાં 3500થી વધુ લોકોએ ભાગ લીધો

પાટણના રોડામાં યોજાયેલા મેગા મેડિકલ કેમ્પમાં 3500થી વધુ લોકોએ ભાગ લીધો

28
0

હારીજ તાલુકાના સોઢવ ગામના નિતિન ઈશ્વરલાલ દેસાઈ મૂળ વ્યવસાય ખેતી અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. માત્ર અડત્રીસ વર્ષની વય ધરાવતા નવયુવાન નીતિન દેસાઈ કમાયેલા પૈસા પોતાના મોજશોખ માટે નહીં પરંતુ આમ જનતાની સેવા માટે વાપરી સાચા સેવક તરીકે પોતાના પરિવાર અને વતન નામ ઉંચુ કરી રહ્યા છે. છેલ્લા આઠ માસથી નીતિન દેસાઈ તેમના વતન સોઢા સહિત શંખેશ્વર, સમી, ચાણસ્માએ સેવા-લોકસેવાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તાજેતરમાં ધિણોજ ગામે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કર્યું હતું

અને તેમાં પાંત્રીસોથી વધુ લોકોએ મેડીકલ સેવા કેમ્પનો લાભ લીધો હતો. ત્યાર બાદ ચાણસ્મા, સમી, શંખેશ્વર અને હારીજ શહેરમાં કોરોના કાળ દરમ્યાન સેવા બજાવનારા અંદાજે 250થી વધારે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયાં હતાં. તે સિવાય સમી, સંખેશ્વર, ચાણસમા અને હારિજના આંગણવાડીના બાળકો કુપોષિત ન રહે તે માટે અંદાજે 150 પૌષ્ટિક આહારનું વિતરણ કરાયું હતું અને ત્રણ તાલુકાની આંગણવાડીઓમાં બાળકોને શૈક્ષણિક કીટ પણ અપાઈ હતી.

આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પોતાના વતનનું અને પોતાના પરિવારનું નામ ઉંચુ કરી રહ્યાં છે. નિતિન ઈશ્વરલાલ દેસાઈ દ્વારા શનિવારે રોડા ખાતે પણ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 4 હજાર 500 લોકોએ મેડીકલ સેવા કેમ્પનો લાભ લીધો હતો. નિતિન દેસાઈએ જણાવ્યું હતું કે, વસુધેવ કુટુંબકમએ ભાવનાને અનુરૂપ દરેકના સુખ-દુઃખમાં સહકાર આપવો, સાથ આપો તેવા હેતુસર પરિવાર ભાવનાને ઉજાગર કરવા માટે હું ભગવાનના પ્રતાપે જે કંઈ આર્થિક ઉપાર્જનમાંથી જે મળે છે.

તેમાંથી સેવા કરીને મારા જીવનને ધન્ય, કૃતાર્થ બનાવતી રહે છે તેમ જણાવ્યું હતું. આમ યુવાનવયે કમાયેલા પૈસા મોજશોખમાં ન વાપરતા લોકોની સેવા કરી અને સાચા સેવક તરીકેનું કામ કરી પોતાની જન્મભૂમિનું ઋણ અદા કરી રહ્યાં છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય કોસ્ટ ગાર્ડસએ એટીએસ ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે 06 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને પકડી
Next articleપાટણના વધાસર પાસેથી સોલાર પ્લેટો-બેટરીનાં મુદ્દામાલ સાથે એક ચોર ઝડપાયો