Home ગુજરાત ઉત્તર ગુજરાત પાટણના ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું પરિવારજનોએ લગાવ્યો આરોપ

પાટણના ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું પરિવારજનોએ લગાવ્યો આરોપ

40
0

(જી.એન.એસ)તા.૧૭

પાટણ,

પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધાનપુર મેડિકલ કોલેજમાં ગત રાત્રે અચાનક બેહોશ થતાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજ પહોંચી હતી. પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધાનપુર મેડિકલ કોલેજમાં ગત રાત્રે અચાનક બેહોશ થતાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજ પહોંચી હતી. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે કોલેજના જ સિનિયર સ્ટુડન્ટ્સ દ્વારા રેગિંગના કારણે યુવકનું મોત થયું હતું. જોકે, સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની હતો. અને એક મહિના પહેલા જ ધાનપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો. આ બાબતે વિદ્યાર્થીના સંબંધી ધર્મેન્દ્રભાઈ મેથાણીયાના જણાવ્યા અનુસાર, અનિલ એક મહિના પહેલા ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે એડમીશન લીધું હતું. ગઈકાલે કૉલેજમાંથી ફોન આવ્યો કે તમારો દીકરો બેહોશ થઈને પડી ગયો છે, તેને દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે કહ્યું કે યુવકનું મોત થઈ ગયું છે. હવે અનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેથી રિપોર્ટ બાદ સત્ય જાણવા મળશે. પરંતુ ધર્મેન્દ્રભાઈ વધુમાં જણાવ્યું કે, કોલેજના અન્ય વિદ્યાર્થીઓ પાસેથી સાંભળ્યું છે કે કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ રેગિંગ કરતા હતા. સતત ઉભા રહેવાને કારણે અનિલ બેહોશ થઈ ગયો હતો. સરકાર અને કોલેજ તરફથી અમને યોગ્ય ન્યાય મળે તેવી અમારી વિનંતી છે. આ અંગે બાલીસણા પીઆઈ જે.સોલંકીએ જણાવ્યું હતું કે, તે એમબીબીએસના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને સિનિયરો સાથે પરિચય આપતી વખતે તે બેહોશ થઈને મૃત્યુ પામ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ પર દરોડા પાડવામાં આવતા વધુ આઠ કંપનીઓના રૂ. 493 કરોડના શંકાસ્પદ બિલ મળ્યા
Next articleભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2995 કરોડ મંજૂર કર્યા