Home ગુજરાત પાટણના અઘારમાં ગામે રખડતા ઢોરે અડફેટે લેતા બે મહિલાના મોત, ગ્રામજનોએ પરિવારજનોને...

પાટણના અઘારમાં ગામે રખડતા ઢોરે અડફેટે લેતા બે મહિલાના મોત, ગ્રામજનોએ પરિવારજનોને સહાય ચુકવવા કરી રજૂઆત

34
0

પાટણ જિલ્લામાં અઘાર ગામમાં રખડતા ઢોરોએ બે મહિલાઓના જીવ લેતા ગામ હવે રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા ગ્રામ પંચાયત અને ગ્રામજનો એકસંપ થઈ કામે લાગ્યા છે, પરંતુ રખડતા ઢોરોમાં ગાયો લેવા ગૌ શાળાઓ તૈયાર છે, પરંતુ આખલાઓ લેવા તૈયાર ના હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયાં છે. જેથી તંત્ર ઢોર મૂકવાની વ્યવસ્થામાં મદદરૂપ થાય માટે ગ્રામજનો કલેક્ટરને મળીને રજૂઆત કરવામાં આવી હતી.

અઘાર ગામમાં રખડતાં ઢોરની સમસ્યા દૂર કરવા ગ્રામજનો મુઝવણમાં મુકાયાં છે. ગામ કોઈપણ સંજોગોમાં સમસ્યા દૂર કરવા મક્કમ છે. ગ્રામજનો દ્વારા રખડતા ઢોરો પકડવા માટે ઢોર ડબ્બો મુકવા માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી આપે તે માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને રખડતા ઢોરના કારણે બે મહિલાના મોત થયા છે, તેમના પરિવાર અને ઇજાગ્રસ્ત મહિલાને સહાય ચૂકવવા રજૂઆત કરી હતી. તેવું ગામનાં ઉપસરપંચ ચહેરસંગ સોલંકીએ જણાવ્યુ હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field