પાટણ શહેરમાં આવેલા મુંબઇગરા જૈન પરિવારોએ પોતપોતાનાં મહેલા પોળમાં પૈતૃક આવાસોનાં આંગણે વિવિધ પ્રકારનાં ધાર્મિક ઓચ્છવોનું આયોજન કરતાં પાટણ અત્યારે જિનશાસનમય બન્યું છે. ત્યારે પાટણનાં રાજમાર્ગો ઉપર એક વિશાળ શોભાયાત્રા વાજતે ગાજતે પ્રસ્થાન પામી હતી. પાટણ શહેરનાં ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી માતાની પોળમાં આવેલા મુનિ સુવ્રતસ્વામી જિનાલયનાં પંચાન્હિકા મહોત્સવ નિમિત્તે સવારે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પાટણનાં તથા બહારગામ વસતા તમામ જૈન પરિવારો પાટણમાં આવ્યા છે. આ ઉપરાંત સાંજે જિનાલય ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામી, શાંતિનાથ ભગવાનને ભવ્ય અંગરચના કરવામાં આવી હતી તથા ખૂબ જ સુંદર મહાપૂજાનું આયોજન કરાયું હતું.
આ ઉપરોક્ત તમામ પ્રસંગમાં સર્વે સભ્યો તથા ટ્રસ્ટીગણનો સહકાર મળ્યો હતો. સવારે નિકળેલી વિશાળ રથયાત્રા શહેરનાં વિવિધ વિસ્તારોમાં પસાર થઇ હતી. જેમાં બળદગાડા રથો, બેંડવાજા વિગેરેનો વિશાળ રસાલો જોડાયો હતો. મહાલક્ષ્મી માતાની પોળ ખાતે મુનિસુવ્રત સ્વામી દાદાની અસીમ કૃપાથી પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી હર્ષદર્શન સૂરિશ્વરજી મહારાજ સાહેબ તથા પ.પૂ. સાધ્વીજી ભગવંત અમીતાશ્રીજી મ.સા.ની પાવન નિશ્રામાં પંચાન્તિકા મહોત્સવ નિમિત્તે પાટણ શહેરના રાજમાર્ગ પર પરમાત્માની ભવ્યાતિભવ્ય રથયાત્રા યોજાઇ હતી.
આ સમગ્ર ઓચ્છવનું મહાલક્ષ્મી માતાની પોળના રહેવાસી તરફથી ટ્રસ્ટીગણ દ્વારા સુંદર આયોજન કરાયેલ હતું. જેમાં મુંબઇથી પધારેલ અશ્વિનકુમાર પ્રભુલાલ શાહ, હેમંતભાઈ માણેકલાલ શાહ, જીતેન્દ્રકુમાર રસિકલાલ શાહ, અલ્પેશભાઈ રસિકલાલ શાહ તથા સમીરભાઈ નિરંજનભાઈ શાહ વિગેરેએ ધર્મલાભ લીધો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.