Home ગુજરાત પાટડીના બામણવાનો ગામના કિશોરે કરાટેમાં સુવર્ણ પદક મેળવી ગામની નામના વધારી

પાટડીના બામણવાનો ગામના કિશોરે કરાટેમાં સુવર્ણ પદક મેળવી ગામની નામના વધારી

36
0

પાટડીના બામણવાનો ગામનો કિશોર કરાટેમાં સુવર્ણ પદક મેળવી ખારાપાટ પંથકની નામના વધારી છે. જેમાં રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામા પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ખેલે ગુજરાત જીતે ગુજરાત અંતર્ગત ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજાઈ હતી. પાટડી તાલુકાના બામણવા ગામના વતની અને હાલ ચોટીલાની પ્રાથમિક શાળામાં ધોરણ-5માં અભ્યાસ કરતો તરુણ માહીન મકવાણાએ “ખેલે ગુજરાત જીતે ગુજરાત” ખેલ મહાકુંભ સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટ જિલ્લામા નવેમ્બર-2022માં યોજાયેલી સ્પર્ધામાં કરાટેની રમતમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર પાચાંળ પંથક તથા ખારાપાટ વિસ્તારની નામના વધારતા પંથકમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી.

વધુને વધુ કિશોર,યુવાનો રમત ગમતમા આગળ વધે તે માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરાતુ હોય છે. ત્યારે દસાડા તાલુકાના બામણવા ગામના વતની અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા પ્રાથમિક શાળામાં ધોરણ-5મા અભ્યાસ કરતો માહીન મકવાણાએ તાજેતરમાં નવેમ્બર-2022માં સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર ખાતે યોજાયેલી ‘ખેલે ગુજરાત જીતે ગુજરાત’ અંતર્ગત ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમાંક અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા સમગ્ર ખારાપાટ પંથક અને પાંચાળ પંથકમા હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી. આ ઉપરાંત ચોટીલાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાના હસ્તે પ્રમાણપત્ર પણ અપાયુ હતુ.

માહીનના માતા પ્રિતીબેન ચોટીલા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તથા તેના પિતા પંકજકુમાર ( એમઆઈએસ ) કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેમના પુત્રએ નામના વધારતા માતા-પિતા તથા તેમના કોચ ચેતન ચૌહાણે ગર્વની લાગણી અનુભવી હતી. માતા-પિતાએ જણાવ્યું હતું કે, અમારો પુત્રને તેમના કોચ ચેતન ચૌહાણ દ્વારા આપવામાં આવેલી સઘન તાલીમથી જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કરાટેમા પ્રથમ ક્રમાંક અને સુવર્ણ પદક મેળવ્યો છે. જેથી અમે ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ તથા અમારો પુત્ર માહીન રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ પદક મેળવી સમગ્ર ભારત દેશનું અને ગુજરાતનું નામ રોશન કરશે તેવી અમને પૂરેપૂરી ખાત્રી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભુજના માધાપર પાસે ચાની કેબિનમાં ગેસનો બટલો લીક થતા આગ ભભૂકી
Next articleપાટણમાં અન્નપુર્ણા મહોત્સવમાં માતાજીને 1000 દિવડાઓનો દીપ મનોરથ કરાયો