(જી.એન.એસ),તા.૧૯
પાકિસ્તાને ગુરુવારે સવારે ઈરાનના સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકી ઠેકાણા પર સૈન્ય હુમલો કર્યો, જેમાં 9 લોકો માર્યા ગયા. ત્યાર બાદ પાકિસ્તાન અને ઈરાન વચ્ચે એક જંગ છેડાવાના અણસાર ઊભા થયા છે. આ હુમલા બાદ સમાચાર આવે છે કે, પાકિસ્તાને ઈરાનને શાંતિ રાખવા માટે કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને ઈરાનને શાંતિ જાળવવા માટે કહ્યું છે અને આગળ કોઈ પગલા નહીં ઉઠાવવા માટે અપીલ કરી છે, જેનાથી બંને પાડોશીઓ વચ્ચે તણાવ વધે. હકીકતમાં, બલૂચિસ્તાનમાં બુધવારે ઈરાનની મિસાઈલ અને ડ્રોન હુમલા બાદથી પાકિસ્તાન ખૂબ જ ભડકેલું છે. વિદેશ મંત્રાલયે કાલે જ ઈરાનને પોતાના રાજદૂત પાછા બોલાવી દીધા છે અને પહેલાથી નક્કી કરેલ તમામ દ્વિપક્ષીય યાત્રાઓ સસ્પેન્ડ કરી દીધી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે સવારે એક નિવેદનમાં કહ્યું કે, આજે સવારે પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાન વિદેશ મંત્રાલયે ગુરુવાર સવારે એક નિવેદનમાં કહ્યું કે, તેમણે ગુપ્તચર સૂચનાના આધાર પર કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આતંકી ઠેકાણા પર સમન્વિત અને ટાર્ગેટ સૈન્ય હુમલો કર્યો. જો કે ઈરાનની અર્ધ સરકારી મેહર સમાચાર એજન્સીએ કહ્યું કે, સુરક્ષા અધિકારીના હવાલેથી જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા સીમાવર્તી ગામડા પર કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ત્રણ મહિલા અને ચાર બાળકો સહિત 9 લોકો માર્યા ગયા છે.
વરિષ્ઠ અધિકારી અલીરેજા મરહમતીના હવાલેથી સમાચાર એજન્સીએ કહ્યું કે, ગુરુવાર સવારે 4 વાગ્યે ને 50 મિનિટ પર સરવન શહેરના વિસ્તારમાં કેટલાય વિસ્ફોટના અવાજ સંભળાયા અને તપાસ બાદ અમને જાણવા મળ્યું કે, પાકિસ્તાને ઈરાનના સરહદી ગામડામાંથી એક મિસાઈલથી ટાર્ગેટ બનાવ્યો છે. આ ઉપરાંત સરવન શહેર પાસે પણ એક ધમાકો થયો. જ્યાં કોઈ હતાહત થયું નથી. ઈરાનના હુમલા અને પાકિસ્તાનના જવાબી હુમલાએ પશ્ચિમ એશિયાના અસ્થિર વિસ્તારમાં ચિંતા વધારી છે. જ્યાં પહેલાથી ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયલના યુદ્ધ અને યમનના હુતી વિદ્રોહિઓ દ્વારા લાલ સાગરમાં વાણિજ્યિક જહાજોને ટાર્ગેટ બનાવવાથી તણાવ વ્યાપેલો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.