Home દેશ - NATIONAL પાક.ના કરો ચાર ટૂકડા: સુબ્રમણ્યમ સ્વામી

પાક.ના કરો ચાર ટૂકડા: સુબ્રમણ્યમ સ્વામી

313
0

(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
કુલભૂષણ જાધવની પત્ની અને માતા સાથે પાકિસ્તાને કરેલા ગેરવર્તન અંગે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે તેની સાથે દ્રોપદીના વસ્ત્રાહરણ જેવો જ વ્યવહાર કરાયો છે.
સ્વામીએ કહ્યું હતું કે ભારતે હવે પાકિસ્તાન સાથે યુદ્ધ છેડવું જોઈએ અને તેના ચાર ટૂકડા કરવા જોઈએ. ભારતે પાકિસ્તાન પર હમણા જ હુમલો કરવો જોઈએ એમ હું નથી કહેતો પણ આ માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આ મારો અંગત અભિપ્રાય છે.
કુલભૂષણ જાધવને માતા તથા પત્ની ગઈકાલે મંગળવારે ઈસ્લામાબ ગયા હતા. બંને જણાં ત્યાં કુલભૂષણ જાધવને મળ્યા હતાં. મુલાકાત પછી બંને જણાં સામે પાકિસ્તાને કરેલા ગેરવર્તનના અહેવાલ વહેતા થયા હતાં. આ અંગે ભારતે પાકિસ્તાનની આકરી ટીકા પણ કરી છે. સંસદમાં પણ આ મુદ્દો ચગ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે આ મુદ્દે પત્રકાર પરિષદ પણ યોજી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું હતું કે જાધવની પત્ની અને માતાના વસ્ત્રો બદલાવી નંખાયા હતાં. પત્રકારોને તેમની નજીક જવા દેવાયા હતાં અને તેમને મરાઠીમાં વાત પણ કરવા દેવાઈ ન હતી.
પાકિસ્તાનની ઝાટકણી કાઢતા રવીશકુમારે જણાવ્યું હતું કે સુરક્ષાના નામે કુલભૂષણના માતા અને પત્નીના કપડા બદલાવી નંખાયા હતાં. આટલું જ નહીં બંનેના મંગળસૂત્ર, બિન્દી અને એરિંગ પણ કઢાઈ નંખાયા હતાં. તેમને વારંવાર વચ્ચે વચ્ચે સૂચનાઓ અપાતી હતી. જાધવની પત્નીના જૂતા પણ પરત કરાયા નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field