(જી.એન.એસ) તા. 24
ઇસ્લામાબાદ,
પાકિસ્તાન અને ભારત પ્રોટોકોલ હેઠળ 1974થી ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા પાકિસ્તાન અને ભારતના પ્રોટોકોલ હેઠળ દરવર્ષે હજારો ભારતીય શ્રદ્ધાળુઓ પાકિસ્તાન દર્શનાર્થે જાય છે, ત્યારે હવે પાકિસ્તાનના આ પ્રયાસથી યાત્રાળુઓની સંખ્યા અને આવક વધવાની સંભાવના છે.
પાકિસ્તાન સરકાર દ્વારા એક અબજ પાકિસ્તાની રૂપિયાના ખર્ચે દેશમાં મંદિરો અને ગુરુદ્વારાઓના નવીનીકરણ અને સુંદરીકરણ માટે ‘માસ્ટર પ્લાન’ તૈયાર કર્યો છે. ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB) ની અહીં તેના ચેરમેન સૈયદ અતૌર રહેમાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રહેમાને કહ્યું, “માસ્ટર પ્લાન હેઠળ, મંદિરો અને ગુરુદ્વારાઓનું નવીનીકરણ અને સુંદરીકરણ કરવામાં આવશે અને 1 અબજ રૂપિયાના બજેટ સાથે વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે.”
રહેમાને જણાવ્યું હતું કે, માસ્ટર પ્લાન હેઠળ મંદિરો અને ગુરૂદ્વારાઓના જીર્ણોદ્વાર કરવામાં આવશે. તેને સુંદર બનાવવા માટે રિનોવેશન કામગીરી પણ હાથ ધરાશે. જેના એક અબજ પાકિસ્તાની રૂપિયા એટલે કે રૂ. 30 કરોડ ફાળવ્યા છે.
આ બાબતે રહેમાને કહ્યું હતું કે, ‘લઘુમતીઓના ધાર્મિક સ્થળો, પૂજા સ્થળોની જાળવણી પાછળ મોટાપાયે ખર્ચ થઈ રહ્યો છે. જેના માટે ETPB ને આ વર્ષે 30 કરોડ મળ્યા છે.’ બેઠકમાં દેશભરમાંથી હિન્દુઓ અને શીખ સમુદાયોના સભ્યો ઉપરાંત સરકારી અને ખાનગી સેક્ટરના સભ્યો પણ ઉપસ્થિત હતાં.
તેમજ ETPB વિકાસ યોજનામાં સંશોધનની આવશ્યકતા વિશે જાણકારી આપતાં બોર્ડ સચિવ ફરિદ ઈકબાલે જણાવ્યું કે, ‘વિભાગની આવક વધારવાના ઉદ્દેશ સાથે યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે ટ્રસ્ટની સંપત્તિઓના વિકાસ માટે રજૂઆત થઈ છે. લાંબા સમયથી ઉપયોગમાં ન લીધેલી જમીનોના વિકાસ માટે ફંડ ફાળવવાથી વિભાગની આવક અનેકગણી વધશે. બેઠકમાં વિવિધ મંદિરો અને ગુરૂદ્વારાઓના વિકાસ અને જીર્ણોદ્વાર કાર્યો ઉપરાંત કરતારપુર કોરિડોર માટે સંચાલકીય કામગીરી માટે એક પ્રોજેક્ટ ડિરેક્ટરની નિમણૂકનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.