Home રમત-ગમત Sports પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચાર ખેલાડીઓને વિદેશમાં ટી20 લીગ રમવા લીલીઝંડી આપી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચાર ખેલાડીઓને વિદેશમાં ટી20 લીગ રમવા લીલીઝંડી આપી

38
0

(જી.એન.એસ),તા.૨૦

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક વિચિત્ર નિર્ણય લેતા ઈજામાંથી સ્વસ્થ થયેલા કરારબદ્ધ અને કરાર વિહોણા ચાર ખેલાડીઓને વિદેશમાં ટી20 લીગ રમવા લીલીઝંડી આપી છે. પાક. બોર્ડ દ્વારા નસીમ શાહ, ઈશાનુલ્લાહ, મોહમ્મદ હસનૈન અને શાદાબ ખાનને એનઓસી આપતા રહસ્ય ઘેરાયું છે. ઝડપી બોલર નસીમ, ઈશાનુલ્લાહ અને હસનૈન ઉપરાંત ઓલરાઉન્ડર શાદાબ તાજેતરમાં જ ઈજામાંથી રિકવર થયા છે અને તેમણે બાંગ્લાદેશ પ્રીમિરય લીગમાં રમવા માટે એનઓસઈની માંગ કરી હતી. પીસીબીએ પાક. ખેલાડીઓને એનઓસી આપવામાં આવી હોવાની જાહેરાત કરી હતી પરંતુ તેમણે ક્યા ચાર ક્રિકેટરના નામનો ઉલ્લેખ કર્યો નહતો. ગત વર્ષે રાષ્ટ્રીય ટી20 ચેમ્પિયનશિપમાં શાદાબ ખાનને પગની ઘૂંટીમાં ઈજા પહોંચતા તે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાંથી બહાર રહ્યો હતો.. 

પીસીબીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે તેમણે સિનિયર ખેલાડીઓ શાહીન શાહ આફ્રિદી, બાબર આઝમ, ફખર ઝમાન અને હારિસ રઉફને ઈન્ટરનેશલ લીગ ટી20 અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમવા એનઓસી આપ્યું છે. પાકિસ્તાનની ટીમના ડાયરેક્ટર મોહમ્મદ હાફિઝે પીસીબીને વિનંતી કરી છે તે જે ખેલાડીઓ ઈજામાંથી રિકવર થઈને પરત ફરી રહ્યા છે તેમણે તાજેતરમાં કરાચીમાં રમાઈ રહેલી પ્રેસિડેન્ટ ટ્રોફીમાં ઓછામાં ઓછી એક ફર્સ્ટ ક્લાસ મેચ રમવી જોઈએ. ઉપરોક્ત ચારેય પાક. ક્રિકેટરને કરાચી પહોંચીને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા જણાવવામાં આવ્યું છે. નસીમને એશિયા કપ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી અને તેણે લંડનમાં સર્જરી કરાવી હતી. સર્જરીને પગલે તે વન-ડે વર્લ્ડ કપમાં રમ્યો નહતો. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ટેસ્ટની શ્રેણી ઉપરાંત ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન ટી20 સીરિઝ પણ તેણે ગુમાવી હતી. હસનૈન અને ઈશાનુલ્લાહ છેલ્લે જાન્યુઆરી અને એપ્રિલ 2023માં પાકિસ્તાન તરફથી રમ્યા હતા. ઈશાનુલ્લાહને કોણીની ઈજા થઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચોથી ટી20માં પાકિસ્તાનનો પરાજય, ન્યૂઝીલેન્ડે 11 બોલ બાકી રાખતા સાત વિકેટે જીત મેળવી
Next articleમાહિતી અને પ્રસારણ મંત્રાલયે અયોધ્યામાં રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં અનવેરિફાઇડ, ઉશ્કેરણીજનક અને બનાવટી સંદેશાઓના પ્રસારને રોકવા માટે એડવાઇઝરી જારી કરી