Home રમત-ગમત Sports પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિરીઝની છેલ્લી મેચ પણ સાથે ડેવિડ વોર્નરની...

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિરીઝની છેલ્લી મેચ પણ સાથે ડેવિડ વોર્નરની ટેસ્ટ કારકિર્દીની પણ છેલ્લી મેચ હતી

44
0

(જી.એન.એસ),તા.૦૬

સિડની ટેસ્ટ માત્ર પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિરીઝની છેલ્લી મેચ ન હતી પરંતુ ડેવિડ વોર્નરની ટેસ્ટ કારકિર્દીની પણ છેલ્લી મેચ હતી. પાકિસ્તાન આ છેલ્લી ટેસ્ટમાં પણ જીતી શક્યું નથી. સિડનીમાં તેમનું કામ માત્ર સાડા ત્રણ દિવસમાં પૂરું થઈ ગયું હતું. પરિણામ એ આવ્યું કે ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે મેચ જીતી શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું. પાકિસ્તાન સામેની આ છેલ્લી જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણી 3-0થી જીતી લીધી છે. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ પોતાના શક્તિશાળી ઓપનર ડેવિડ વોર્નરને ટેસ્ટ ક્રિકેટમાંથી વિજયી વિદાય આપવામાં પણ સફળ રહી હતી. સિડની ડેવિડ વોર્નરનું હોમ ગ્રાઉન્ડ છે, જ્યાંથી તેણે ક્રિકેટની શરૂઆત કરી ત્યાં જ તેની ટેસ્ટ કારકિર્દીને અલવિદા કરી હતી.. સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પાકિસ્તાન સામેની જીતમાં ડેવિડ વોર્નરે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 130 રનના ટાર્ગેટનો પીછો કરતા તેણે ઓપનર તરીકેની છેલ્લી ટેસ્ટ ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. વોર્નરે 75 બોલનો સામનો કર્યો અને 57 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા સામેલ હતા. આ ઈનિંગ દરમિયાન વોર્નરે બીજી વિકેટ માટે માર્નસ લાબુશેન સાથે સદીની ભાગીદારી પણ કરી હતી.

આ પહેલા પ્રથમ દાવમાં 14 રનની લીડ લેવા છતાં પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાને માત્ર 130 રનનો જ ટાર્ગેટ આપી શક્યું હતું. મતલબ કે તેમણે બીજી ઈનિંગમાં માત્ર 115 રન જ બનાવ્યા હતા. બીજા દાવમાં તેની 7 વિકેટ મેચના ત્રીજા દિવસે જ પડી ગઈ હતી. જ્યારે બાકીની 3 વિકેટ ચોથા દિવસે સવારે પડી હતી. પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા યુવા ઓપનર સાયમ અયુબે પાકિસ્તાન માટે બીજી ઈનિંગમાં સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. તેના સિવાય રિઝવાનના બેટમાંથી 28 રન આવ્યા હતા.. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગની બીજી ઈનિંગમાં હેઝલવુડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. તેના સિવાય નાથન લિયોને 3 વિકેટ લીધી હતી. જ્યારે બેટિંગમાં ડેવિડ વોર્નર ઉપરાંત લાબુશેને અડધી સદી ફટકારી હતી અને ટીમને જીત તરફ લઈ ગયા હતા. આ પહેલા પાકિસ્તાને પ્રથમ દાવમાં 313 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા 299ના સ્કોર પર રોકાઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે પ્રથમ દાવમાં 5 જ્યારે પાકિસ્તાન તરફથી આમર જમાલે 6 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન સિડની ટેસ્ટ હારી ગયું હોવા છતાં, આમિર જમાલને પ્રથમ દાવમાં 82 રન બનાવવા અને 6 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને શ્રેણીમાં 19 વિકેટ લેવા અને 38 રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે ટેસ્ટ સાથે વનડે ક્રિકેટને પણ અલવિદા કહી દીધું
Next articleપ્રેક્ટિસ સેશન દરમિયાન સેમ હાર્પરને માથા પર બોલ વાગતા મેદાન પર પડી જતા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો