(GNS),21
બોલિવુડ ફિલ્મોમાં ઘણા પાકિસ્તાની સ્ટાર્સ કામ કરતા જોવા મળ્યા છે. ભારતમાં પાકિસ્તાની સ્ટાર્સને પણ તેમના કામ માટે ઘણો પ્રેમ મળ્યો છે. આ લિસ્ટમાં માહિરા ખાન (Mahira Khan), ફવાદ ખાન અને અલી ઝફર સહિત ઘણા પાકિસ્તાની સ્ટાર્સના નામ પણ સામેલ છે. ભારતમાં પાકિસ્તાની સ્ટાર્સ પર બૈન લગાવવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં જ આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં પાકિસ્તાની સ્ટાર્સને બોલિવુડ ફિલ્મોમાં બૈન કરવા માટે અરજી કરવામાં આવી હતી. તે અરજી ફગાવી દેવામાં આવી છે.. હવે પાકિસ્તાની એક્ટર્સ ભારતીય ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કરી શકશે. 2016માં ઉરી હુમલા બાદ પાકિસ્તાની સ્ટાર્સને ભારતમાં બોલિવુડ ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરવા પર બૈન લગાવવામાં આવ્યો હતો. તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટમાં પાકિસ્તાની સ્ટાર્સ પર પ્રતિબંધ મૂકવાની સિનેવર્કરની માંગ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજીમાં ભારતીય સ્ટાર્સ પાકિસ્તાની સ્ટાર્સ સાથે કામ ન કરવા સામે અપીલ કરવામાં આવી હતી..
હવે આ મામલે બોમ્બે હાઈકોર્ટે ચોંકાવનારો ચુકાદો આપ્યો છે. સોશિયલ મીડિયા પર આ બાબતને લઈને લોકોમાં જોરદાર ચર્ચા થઈ રહી છે. બોમ્બે હાઈકોર્ટમાં આ અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ સુનીલ બી શુક્રે અને ફિરદોશ પી પૂનીવાલાએ અરજી ફગાવી દીધી છે. લાઈવ લોએ કોર્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લોકોને આ વાતની જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો પાકિસ્તાની ક્રિકેટર્સ ભારતની ધરતી પર ક્રિકેટ રમી શકે છે તો પાકિસ્તાની સ્ટાર્સ બોલિવુડ ફિલ્મો અને વેબ સિરીઝમાં કેમ કામ નથી કરી શકતા.. કોર્ટના નિર્ણય પછી તમે માહિરા ખાન અને ફવાદ ખાન સહિતના ફેમસ પાકિસ્તાની સ્ટાર્સને ફિલ્મોમાં જોઈ શકશો. તમને જણાવી દઈએ કે માહિરા ખાને રાહુલ ઢોલકિયાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘રઈસ’માં શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે. આ ફિલ્મ 2017માં આવી હતી. માહિરાની આ પહેલી હિન્દી ફિલ્મ હતી, પરંતુ ઉરી આતંકી હુમલા બાદ પાકિસ્તાની સ્ટાર્સ પર ભારતમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.