Home દુનિયા - WORLD પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીમાં 336 સીટોમાંથી 266 પર ચૂંટણી થઈ

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીમાં 336 સીટોમાંથી 266 પર ચૂંટણી થઈ

43
0

નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી હાર્યા, પણ લાહોર બેઠક જીતી લીધી

(જી.એન.એસ),તા.૦૯

પાકિસ્તાન,

મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અપક્ષ ઉમેદવાર શાહજાદા ગસ્તાસપે તેમને કારમી હાર આપી હતી. શાહજાદા ગસ્તાસપને 74,713 વોટ મળ્યા જ્યારે નવાઝને 63,054 વોટથી સંતોષ માનવો પડ્યો. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલુ છે. જોકે, સત્તાવાર પરિણામો આજે એટલે કે 9મી ફેબ્રુઆરી સુધીમાં જ આવવાની ધારણા છે. મનસેહરાને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનો ગઢ માનવામાં આવે છે. આમ છતાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.પરંતુ આ ચૂંટણીમાં તેમણે અન્ય બેઠક લાહોર NA130 પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી. તેઓ લાહોર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. નવાઝ 55 હજાર મતોથી જીત્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદના મણીનગર પીઆઈ દીપક ઉનડકટ અને પીએસઆઇ એસ આઈ પટેલ ટીમે પોકેટ કોપ થી રીઢા ગુનેગારની કરમકુંડળી કાઢી લીધી
Next articleપાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં હાફિઝ સઈદના પુત્રની કરારી હાર