Home દુનિયા - WORLD પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ઘાતક હુમલાના પ્રતિસાદમાં ભારતે કહી સ્પષ્ટ વાત

પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ઘાતક હુમલાના પ્રતિસાદમાં ભારતે કહી સ્પષ્ટ વાત

31
0

વિવિધ દેશો પોતાની સુરક્ષા માટે જે પગલાં લે છે તે અમે સમજીએ છીએ : વિદેશ મંત્રાલય

(જી.એન.એસ),તા.૧૮

પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઈરાનના ઘાતક મિસાઈલ હુમલાના પ્રતિસાદમાં, ભારતે બુધવારે કહ્યું કે તે સ્વ-રક્ષણમાં લેવાયેલા પગલાંને ધ્યાનમાં લે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, આ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત આતંકવાદ પ્રત્યે તેની ઝીરો ટોલરન્સની નીતિ સાથે સમાધાન નહીં કરે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, આ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. રણધીર જયસ્વાલે પાકિસ્તાનમાં ઈરાની મિસાઈલ હુમલા પર મીડિયાકર્મીઓના સવાલોના જવાબમાં કહ્યું કે, જ્યાં સુધી ભારતનો સવાલ છે, અત્યાર સુધી આપણે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ રાખી છે. વિવિધ દેશો પોતાની સુરક્ષા માટે જે પગલાં લે છે તે અમે સમજીએ છીએ. ઈરાને બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી જૂથના નિશાનો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા.

મંગળવારે ઈરાનના બલૂચિસ્તાનમાં સુન્ની આતંકવાદી જૂથના સ્થાનો પર મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ પાકિસ્તાને બુધવારે ઈરાનથી પોતાના રાજદૂતને પાછા બોલાવ્યા હતા. તેમજ તમામ ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય મુલાકાતો રદ કરવામાં આવી હતી. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, મંગળવારે પાકિસ્તાનમાં બલૂચ આતંકવાદી સંગઠન જૈશ-અલ-અદલના બે ઠેકાણાઓ પર મિસાઈલો છોડવામાં આવી હતી. તેના એક દિવસ પહેલા ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ઈરાક અને સીરિયામાં મિસાઈલ વડે ટાર્ગેટને નિશાન બનાવ્યા હતા. આ હુમલા અંગે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે, ઈરાને ઉશ્કેરણી વિના પાકિસ્તાનની સાર્વભૌમત્વનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કર્યું છે. જે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના ઉદ્દેશ્યો અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. આ ગેરકાયદેસર કાર્યવાહી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાનને આ ગેરકાયદેસર કૃત્યનો જવાબ આપવાનો અધિકાર છે. તેના પરિણામોની સંપૂર્ણ જવાબદારી ઈરાન પર રહેશે. પાકિસ્તાને ઈરાન સરકારને આ સંદેશો પહોંચાડ્યો છે. વિદેશ વિભાગે કહ્યું કે અમે તેને એ પણ જાણ કરી છે કે પાકિસ્તાને ઈરાનથી પોતાના રાજદૂતને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleથાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 23 લોકોના મોત, અનેક ઘાયલ
Next articleઈરાને પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડા પર હુમલો કર્યા બાદ પાકિસ્તાને ઈરાનને જવાબ આપ્યો