Home રમત-ગમત Sports પાકિસ્તાનમાંથી જે અફઘાનીઓને હાંકી કાઢ્યા આ જીત તેમના નામે’: ઝદરાનનું નિવેદન વાયરલ

પાકિસ્તાનમાંથી જે અફઘાનીઓને હાંકી કાઢ્યા આ જીત તેમના નામે’: ઝદરાનનું નિવેદન વાયરલ

36
0

(GNS),24

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં વધુ એક અપસેટ સર્જ્યો હતો. ચેન્નાઈમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. આ પહેલા અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. અફઘાનિસ્તાને 2 વિકેટ ગુમાવીને 283 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. અફઘાનિસ્તાનની જીતનો હીરો ઓપનર ઈબ્રાહિમ રહ્યો હતો. તેણે 87 રનની ઇનિંગ રમી હતી. આ દમદાર ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો..

પ્લેયર ઓફ ધ મેચ ટ્રોફી જીત્યા બાદ ઈબ્રાહિમ ઝદરાને પાકિસ્તાન વિશે એક નિવેદન આપ્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઈબ્રાહિમે કહ્યું, હું આ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ એવા લોકોને સમર્પિત કરવા માંગુ છું જેમને પાકિસ્તાનથી અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવી રહ્યા છે. ઝદરાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના દસ્તાવેજ વગરના શરણાર્થીઓને 1 નવેમ્બર સુધીમાં દેશ છોડી દેવા માટે કહ્યું છે. આ નિર્ણયથી પાકિસ્તાનમાં રહેતા લગભગ 17 લાખ અનધિકૃત અફઘાન શરણાર્થીઓ પ્રભાવિત થયા છે..

પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, દસ્તાવેજ વગરના શરણાર્થીઓને બહાર કાઢવાની સમય મર્યાદાની જાહેરાત બાદથી 50 હજારથી વધુ અનધિકૃત શરણાર્થીઓને અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે. તાલિબાન શાસિત અફઘાનિસ્તાને પણ આ જાહેરાતની આકરી ટીકા કરી હતી અને તેને અસ્વીકાર્ય ગણાવી હતી. નોંધનીય છે કે, આ વર્ષે બંને દેશોની સરહદ પર હુમલામાં વધારો થયો છે. જેનો ઈસ્લામાબાદે અફઘાનિસ્તાનના આતંકવાદીઓ પર આરોપ લગાવ્યો છે. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે..

ઝદરાનનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, જેમાં ઘણા લોકોએ તેના ઇમોશનની તુલના પાકિસ્તાની વિકેટકિપર મોહમ્મદ રિઝવાનની પેલેસ્ટાઈન તરફી ટિપ્પણીઓ સાથે કરી હતી. આઇસીસી વન-ડે વર્લ્ડ કપની 22મી મેચમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં એકબીજાની સામે ટકરાયા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને કેપ્ટન બાબર આઝમ અને અબ્દુલ્લા શફીકની અર્ધસદીના આધારે 7 વિકેટે 282 રન બનાવ્યા હતા..

અફઘાનિસ્તાન તરફથી વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરનાર નૂર અહેમદે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. વર્લ્ડ કપની 22મી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું છે. આ વર્લ્ડ કપમાં આ ત્રીજો અપસેટ છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરતા પાકિસ્તાને 282 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાને બે વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા અને મેચ જીતી લીધી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅફઘાનિસ્તાનને પાકિસ્તાન સામેની જીત બાદ સ્ટેડિયમમાં અફઘાન ચાહકોનો શોરબકોર
Next articleવિજયાદશમીના પાવન અવસરે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી