Home દુનિયા - WORLD પાકિસ્તાનને મારી નાખશે આ મોંઘવારી! : શું માનવામાં આવે ખરા કે ટામેટાં...

પાકિસ્તાનને મારી નાખશે આ મોંઘવારી! : શું માનવામાં આવે ખરા કે ટામેટાં 500 અને ડુંગળી 400 રૂપિયા કિલો

36
0

પાડોશી દેશ પાકિસ્તાન છેલ્લા કેટલાંક સમયથી અપ્રત્યાશિત સંકટનો સામનો કરી રહ્યું છે. પહેલા આર્થિક મોરચા પર પાકિસ્તાનની હાલત ખસ્તા થઈ ગઈ. હજુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે રાજકીય સંકટે પાકિસ્તાનને ભરડામાં લઈ લીધું. જેનું પરિણામ સત્તા પરિવર્તનના રૂપમાં આપણના બધાને જોવા મળ્યું.

હવે પાકિસ્તાનની ઉપર પ્રાકૃતિક આફત આવી પહોંચી છે. દેશના અનેક ભાગમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ ગઈ છે. એક પછી એક આી રહેલા સંકટોના કારણે પાકિસ્તાનના લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. આસમાને પહોંચી રહેલા મોંઘવારીની વચ્ચે હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થઈ ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં એક કિલો ટામેટાના ભાવ 500 રૂપિયે કિલો પહોંચી ગયા છે. તો ડુંગળી 400 રૂપિયે કિલો વેચાઈ રહી છે.

ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટમાં લાહોરના શાકભાજી માર્કેટના ડીલર્સના હવાલાથી જણાવવામાં આવ્યું છેકે અત્યંત વધી રહેલા ભાવવધારાની વચ્ચે પાકિસ્તાનની સરકાર ભારતમાંથી ટામેટા અને ડુંગળી ખરીદવાનું વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે ભયાનક પૂરના કારણે શાકભાજી અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે. તેના કારણે પાકિસ્તાનમાં શાકભાજી સહિત અનેક જરૂરી ચીજ-વસ્તુઓનું સંકટ સર્જાયું છે. માત્ર ટામેટાં અને ડુંગળી જ નહીં પરંતુ લાહોર સહિત પાકિસ્તાની પંજાબના અનેક ભાગમાં બધી શાકભાજીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.

એક રિપોર્ટ પ્રમાણે બલૂચિસ્તાન અને સિંધમાં પૂરના કારણે હજારો એકરમાં રહેલો પાક નષ્ટ પામ્યો છે. એવી માહિતી મળી રહી છેકે પાકિસ્તાન સરકાર વાઘા બોર્ડર દ્વારા ભારતમાંથી ટામેટાં અને ડુંગળી મંગાવવા પર વિચાર કરી રહ્યું છે. હાલમાં લાહોર સહિત પાકિસ્તાની પંજાબના અન્ય શહેરોને તોરખમ બોર્ડર દ્વારા અફઘાનિસ્તાનમાંથી ટામેટા અને ડુંગળીની સપ્લાય કરવામાં આવી રહી છે.

અત્યારે પાકિસ્તાનને તોરખમ બોર્ડરથી દરરોજ 100 કન્ટેનર ટામેટાં અને 30 કન્ટેનર ડુંગળીના મળી રહ્યા છે. તેમાંથી બે કન્ટેનર ટામેટા અને એક કન્ટેનર લાહોર આવી રહ્યું છે. અહીંયા પાકિસ્તાની પંજાબની રાજધાની લાહોરમાં તેની માગણીના હિસાબથી બહુ ઓછી છે. શિમલા મિર્ચ જેવી શાકભાજી પણ પૂરના કારણે મળતી નથી. એવામાં સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળી મંગાવી શકે છે.

બલૂચિસ્તાનમાં આવેલી તાફ્તાન બોર્ડર દ્વારા ઈરાનમાંથી ટામેટાં અને ડુંગળી મંગાવવાનો વિકલ્પ છે. પરંતુ ઈરાનની સરકારે આયાત-નિકાસ પર ટેક્સ ઘણો વધારી દીધો છે. જેના કારણે તે મોંઘુ પડી શકે તેમ છે. સિંધમાં ફળોની ખેતીને પણ પૂરના કારણે ભારે નુકસાન થયું છે. અને આવનારા દિવસોમાં ખજૂર, કેળાની કિંમતોમાં પણ ભારે તેજી જોવા મળી શકે તેમ છે.

બલૂચિસ્તાન અને અન્ય વિસ્તારોમાં સફરજન મળવાના બંધ થઈ ગયા છે. પાકિસ્તાનની સમાચાર ચેનલ સમા ટીવીના એક રિપોર્ટ પ્રમાણે ટામેટાના ભાવ સરકારી કિંમતની સરખામણીએ 6 ગણાથી પણ વધારે થઈ ગયા છે. ટામેટા માટે સકારે 80 રૂપિયા કિલોનો રેટ નક્કી કર્યો છે. પરંતુ બજામાં તે 500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ જ રીતે ડુંગળીનો સરકારી રેટ 61 રૂપિયા પ્રતિ કિલો છે.

પરંતુ બજારમાં તે 7 ગણો વધીને 400 રૂપિયાએ પહોંચી ગયો છે. શરૂઆતના આંકડા પ્રમાણે પૂરના કારણે પાકિસ્તાનને ઓછામાં ઓછું 5.5 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. સિંધ અને પંજાબ પ્રાંતમાં શેરડી અને કપાસનો પાક સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો છે.

એકલા કપાસની ખેતીમા 2.6 બિલિન ડોલરનું નુકસાન થવાનું અનુમાન છે. પૂરના કારણે પાકિસ્તાનને કપડાં અને ખાંડની નિકાસના મામલામાં 01 બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. પૂર અને વરસાદના કારણે સિંધ પ્રાંતમાં સરકારી ભંડારોમાં રાખેલું ઓછામાં ઓછા 20 લાખ ટન ઘઉં ખરાબ થઈ ગયા છે.

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સંકટ આવનારા સમયમાં પાકિસ્તાનમાં ઘઉં અને ઘઉંનો લોટ સહિત અન્ય અનાજના ભાવ વધારી શકે છે. એટલું જ નહીં પાકિસ્તાનના ખેડૂતોને આગામી સિઝનમાં વાવણી માટે બીજની અછતનો સામનો કરવો પડી શકે છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નવનિર્મિત અટલ બ્રીજની ટિકિટમાં થયો વધારો
Next articleવડોદરા શહેરમાં ગણેશની મૂર્તિ સાથેનુ સરઘસ લઈ જતી વખતે બે જૂથ વચ્ચે થયો પત્થરમારો : 13 લોકોની અટકાયત કરી