Home દુનિયા - WORLD પાકિસ્તાનની પ્રથમ કિન્નર ન્યૂઝ એન્કર પર જીવલેણ હુમલો

પાકિસ્તાનની પ્રથમ કિન્નર ન્યૂઝ એન્કર પર જીવલેણ હુમલો

45
0

પાકિસ્તાનની પ્રથમ ટ્રાંસજેન્ડર ન્યૂઝ એંકર માર્વિયા મલિક પર હુમલો થયો છે. શુક્રવારે તેના ઘરની બહાર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. જો કે, આ હુમલામાં તેની મામૂલી ઈજા થઈ છે અને તે સુરક્ષિત છે. બંદુકધારી લોકોએ 26 વર્ષિય મલિક પર ત્યારે ગોળીઓ ચલાવી જ્યારે તે પાકિસ્તાનના લાહૌરમાં એક ફાર્મેસીમાંથી ઘરે પરત ફરી રહી હતી. મલિકે પોલીસને જણાવ્યું છે કે, તેને પાકિસ્તાનમાં ટ્રાંસજેન્ડર સમુદાય માટે અવાજ ઉઠાવવા બદલ થોડા સમયથી ધમકીઓ મળી રહી છે. ટ્રાંસજેન્ડર ન્યૂઝ એંકર માર્વિયા મલિકે કહ્યું કે, તેને જીવનું જોખમ રહેતા લાહૌર છોડી દીધું. ઈસ્લામાબાદ અને મુલ્તાનમાં રહેવા લાગી છે. પાકિસ્તાની મીડિયા આઉટલેટ દ ડોનનાં જણાવ્યું છે કે, તે થોડા દિવસ પહેલા જ લાહૌરમાંથી એક સર્જરી કરાવીને પરત ફરી હતી. માર્વિયા મલિકે પોતાના પરિવાર દ્વારા તરછોડી દીધા બાદ 2018માં ન્યૂઝ એક્નર બનનારી પ્રથમ ટ્રાંસજેન્ડર વ્યક્તિ બનીને ઈતિહાસ બનાવી દીધો હતો.

રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાન ફૈશન ડિઝાઈન કાઉંસિલ દ્વારા વાર્ષિક આયોજન થનારા એક ફેશન શોમાં પહેલી ટ્રાંસજેન્ડર મોડલ બન્યાના થોડા દિવસ બાદ તેને પાકિસ્તાનના કોહીનૂર ટીવી પર પોતાની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેને સતત પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો, પણ અમુક લોકો તેનો વિરોધ કરવા લાગ્યા છે. માર્વિયા મલિકે એક મીડિયા આઉટલેટને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની જિંદગી સાથે જોડાયેલ કહાની શેર કરી હતી. તે કહે છે કે, મને ફેશન ઉદ્યોગ સાથે જોડાયેલ લોકો પાસેથી ખૂબ પ્રેરણા મળી, મેં બે અઠવાડીયા પહેલા કૈટવોક મોડલિંગ કર્યું હતું અને તે ખૂબ જ શાનદાર હતું. તેણે કહ્યું હતું કે, ધોરણ 10 દરમિયાન મને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી, જે બાદ મેં એક બ્યૂટી સૈલૂન જોઈન કર્યું, એટલું જ નહીં નોકરી કરતા કોલેજ પુરી કરી. મારી કહાની રસ્તા પર રખડતા કિન્નરોથી અલગ નથી, જે ભીખ માગે છે. તેણે કહ્યું કે, તે પોતાના સમુદાય સહિત તમામ માટે એક ઉદાહરણ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહિનાના સ્ટાર પરફોર્મરને ગૂગલમાંથી કાઢી મૂકતા કર્મચારીએ સો.મીડિયા પર પીડા વ્યક્ત કરી
Next articleપાકિસ્તાનમાં હોસ્પિટલોમાં ઈન્જેક્શન અને દવાઓ પૂરી થતા મેડીકલ ઈમરજન્સી સર્જાઈ