Home દુનિયા પાકિસ્તાનના પૂર્વ વડપ્રધાને એવો ચોંકાવનારો દાવો કર્યો કે……

પાકિસ્તાનના પૂર્વ વડપ્રધાને એવો ચોંકાવનારો દાવો કર્યો કે……

49
0

(જી.એન.એસ),તા.૧૬
ઇસ્લામાબાદ


પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને દાવો કર્યો છે કે તેમની હત્યાનું કાવતરું રચવામાં આવી રહ્યું હતું. તેમણે આ કાવતરામાં સામેલ તમામ કાવતરાખોરોના નામ વીડિયોમાં લીધા છે. તેમણે કંઇપણ થાય છે તો આ વીડિયો જનતા માટે જાહેર કરવામાં આવશે. ઇમરાન ખાને શનિવારે સિયાલકોટમાં એક રેલીને સંબોધિત કરતાં આ ચોંકાવનારો દાવો કર્યો છે. ઇમરાન ખાને રેલીમાં પાકિસ્તાનના પીએમ શહબાજ શરીફ, પીપીપીના આસિફ અલી ઝરદારી અને જેયૂઆઇ-એફના મૌલાના ફલઝુર રહમાન પર નિશાન સાધ્યું અને તેમને ચેતાવણી આપી કે આઝાદીના આંદોલનમાં વિઘ્ન ન બને. ઇમરાન ખાને કહ્યું કે ‘મને ખબર છે કે પાકિસ્તાન અને વિદેશોમાં લોકો મને મારવાની યોજના બનાવી રહ્યા છે. મેં તમામ નામો સાથે મારા વિરૂદ્ધના કાવતરાના પુરા વિવરણ સાથે એક વીડિયો રેકોર્ડ કર્યો છે અને વીડીયોને સુરક્ષિત સ્થાન પર મુક્યો છે. પૂર્વ પ્રધાનમંત્રીએ એ નથી જણાવ્યું કે તેમની હત્યાના કાવતરા પાછળ કોણ હતું. ઇમરાન ખાને પોતની સરકાર ધરાશાયી કરવા માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું. તેમણે કહ્યું કે સૈન્ય પ્રતિષ્ઠાનથી હસ્તક્ષેપ કરવા અને પોતાની સરકારને બચાવવા માટે કહ્યું હતું પરંતુ તેણે કશું ન કર્યું. અમે પૈગંબરના અનુયાયી છીએ અને અમે ક્યારેય મહાશક્તિ સામે ઝુકીશું નહી. અમે ક્યારે ડરતા નથી. તેમણે કહ્યું કે મારા વિરૂદ્ધ વિદેશમાં અને પાકિસ્તાનમાં મને મારવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. મને ખબર છે કે મારી હત્યાનું કાવતરું કોણે ઘડ્યું છે. જો હું મરી જાવ તો આ વીડિયો સાર્વજનિક કરવામાં આવશે. પાકિસ્તાનના પૂર્વ પીએમએ કહ્યું કે આ લોકો તેમને એક નડતરરૂપ સમજે છે અને તેમના દૂર રહેવા માંગે છે. આ પહેલાં ઇમરાન ખાને અજીબોગરીબ નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે ‘ચોરોને કમાન સોંપવા કરતાં સારું રહેશે કે પરમાણું બોમ્બ ફેંકી દેવામાં આવે. ઇમરાન ખાને પોતાના બનિગલા સ્થિત આવાસ પર શુક્રવારે વાતચીત દરમિયાન ટિપ્પણી કરી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના અધ્યક્ષે એ પણ કહ્યું કે તે દેશ પર ‘ચોરો’ને થોપવાના લીધે સ્તબ્ધ છે. આ લોકોને કમાન સોંપવા કરતાં દેશ પર પરમાણું ફેંકી દેવો જોઇએ. તો બીજી તરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફે કહ્યું કે ઇમરાન ખાન પોતાના ભાષણોથી દેશના સંસ્થાને ટાર્ગેટ બનાવી પાકિસ્તાનના લોકોના મગજમાં ઝેર ભરી રહ્યા છે.

Previous articleકેલિફોર્નિયાના ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગમાં 1નું મોત અનેક થયા ઘાયલ
Next articleભારતીય વિદેશ મંત્રી કહ્યું “વડાપ્રધાન મોદી આતંકવાદને નજરઅંદાજ અને સહન કરશે નહિ”