Home દુનિયા - WORLD પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું 79 વર્ષની વયે નિધન

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું 79 વર્ષની વયે નિધન

67
0

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુબઈમાં નિધન થયું છે. પરવેઝ મુશર્રફનો છેલ્લો વીડિયો જે થોડા દિવસો પહેલા સામે આવ્યો હતો તે દર્શાવે છે કે તેઓ ચાલી શકતા નથી. મુશર્રફ સંપૂર્ણપણે વ્હીલ ચેર પર નિર્ભર હતા અને ભોજન પણ ખાઈ શકતા ન હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દુબઈમાં તેમની સારવાર ચાલી રહી હતી. અગાઉ પણ મુશર્રફના નિધનની અફવાઓએ ચર્ચામાં જગાવી હતી. શું તમે જાણો છો કે, પાકિસ્તાનમાં જ મુશર્રફને મળી હતી ફાંસીની સજા?.. પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા આપવામાં આવી છે. પાકિસ્તાની ઈતિહાસમાં પહેલીવાર પેશીવાર હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતામાં સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આ સજા આપી હતી. શું તમે જાણો છો કે, મુશર્રફ સામે ચાલી રહ્યો હતો રાજદ્રોહનો કેસ?.. પરવેઝ મુશર્રફ પર વર્ષ 2013માં 3 નવેમ્બર, 2007ના રોજ પાકિસ્તાનમાં ઈમરજન્સી લાદવા અને ડિસેમ્બર 2007થી 2007 વચ્ચે બંધારણને સસ્પેન્ડ કરવા બદલ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ કોર્ટમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. શું તમે જાણો છો કે, 1965માં ભારત સાથેના યુદ્ધમાં સામેલ હતા મુશર્રફ?.. કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી, 21 વર્ષની ઉંમરે, પરવેઝ મુશર્રફ પાકિસ્તાની આર્મીમાં જુનિયર ઓફિસર તરીકે જોડાયા. તેઓ 1965ના યુદ્ધમાં ભારત સામે લડ્યા હતા. પાકિસ્તાન આ યુદ્ધ હારી ગયું. આમ છતાં બહાદુરીપૂર્વક લડવા બદલ મુશર્રફને પાકિસ્તાન સરકાર દ્વારા મેડલ આપવામાં આવ્યો હતો. મુશર્રફે 1971ના યુદ્ધમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જોઈને સરકારે તેમને ઘણી વખત બઢતી આપી. પરવેઝ મુશર્રફ 1998માં જનરલ બન્યા હતા. તેણે ભારત વિરુદ્ધ કારગીલનું કાવતરું ઘડ્યું હતું. પણ ખરાબ રીતે નિષ્ફળ ગયું. જનરલ મુશર્રફે તેમની જીવનચરિત્ર ‘ઇન ધ લાઇન ઓફ ફાયર – અ મેમોયર’માં લખ્યું છે કે તેમણે કારગીલને કબજે કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ નવાઝ શરીફના કારણે તેઓ એ કરી શક્યા નહીં. શું તમે જાણો છો કે, શરીફ સાથે મુશર્રફે કરી હતી દગાખોરી?.. કદાચ તો નહિ જ જાણતા હોય. 1998માં પાકિસ્તાનના તત્કાલિન પીએમ નવાઝ શરીફે પરવેઝ મુશર્રફ પર વિશ્વાસ કર્યો અને તેમને પાકિસ્તાની સેનાના વડા બનાવ્યા. પરંતુ એક વર્ષ પછી 1999માં જનરલ મુશર્રફ નવાઝ શરીફને હટાવીને પાકિસ્તાનના સરમુખત્યાર બન્યા. સત્તા સંભાળતાની સાથે જ નવાઝ શરીફે પરિવાર સહિત પાકિસ્તાન છોડવું પડ્યું હતું. સત્તામાં હતા ત્યારે જનરલ મુશર્રફે બલૂચિસ્તાનમાં સ્વતંત્રતાની માંગણી કરનારાઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. સેંકડો લોકોની હત્યા કરવામાં આવી હતી. આ જ કારણ છે કે સત્તામાં આવ્યા બાદ બલૂચ મહિલાઓએ અમેરિકા પાસે જનરલ મુશર્રફને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગ કરી હતી. શું તમે જાણો છો કે, દિલ્હીમાં થયો હતો મુશર્રફનો જન્મ? શું માની શકશો ખરા?.. પરવેઝ મુશર્રફનો પરિવાર ભાગલા પહેલાં ભારતમાં ખૂબ જ સમૃદ્ધ હતો. તેમના દાદા ટેક્સ કલેક્ટર હતા. તેમના પિતા પણ અંગ્રેજ શાસનમાં મોટા અધિકારી હતા. મુશર્રફની માતા બેગમ ઝરીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. મુશર્રફ પરિવારની જૂની દિલ્હીમાં મોટી કોઠી હતી. મુશર્રફ તેમના જન્મ પછી મોટાભાગે ચાર વર્ષ સુધી અહીં રહ્યા હતા. પરવેઝ મુશર્રફની માતા બેગમ ઝરીન મુશર્રફે 2005માં ભારતની મુલાકાત દરમિયાન લખનૌ, દિલ્હી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. ઝરીન 1940માં અહીં ભણતી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજગતગુરુ રામભદ્રાચાર્યએ પ્રધાનમંત્રી મોદી માટે કરી ભવિષ્યવાણી, 2024માં પ્રધાનમંત્રી બનશે!
Next articleવિશ્વની સૌથી વ્યસ્ત કોર્ટમાં ભારતની સુપ્રીમ કોર્ટનો સમાવેશ, સિંગાપુરના મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કહી વાત