Home દુનિયા - WORLD પાઈલટે કેટલાક લોકોએ સીટબેલ્ટ પહેરવા ઈન્કાર કરતા લેન્ડિંગ રદ કરવા મજબુર, જાણો...

પાઈલટે કેટલાક લોકોએ સીટબેલ્ટ પહેરવા ઈન્કાર કરતા લેન્ડિંગ રદ કરવા મજબુર, જાણો મામલો

40
0

એક પેસેન્જનર ફ્લાઈટમાં સીટબેલ્ટને લઈને ભારે બબાલ જોવા મળી. ફ્લાઈટને ઉડાવનારા એક પાઈલટે કેટલાક લોકો દ્વારા સીટબેલ્ટ પહેરવાનો ઈન્કાર કરવામાં આવતા લેન્ડિંગ રદ કરવા માટે મજબૂર થવું પડ્યું અને ફ્લાઈટમાં અરાજકતા સર્જાઈ ગઈ. જેવું બાલીથી સિંગાપુર માટે વિમાન પોતાના ડેસ્ટિનેશનની નજીક પહોંચ્યું કે મુસાફરોને લેન્ડિંગની તૈયારી કરવા માટે પોતાનો સીટબેલ્ટ બાંધવાનો નિર્દેશ આપવામાં આવ્યો. જો કે કેટલાક લોકો હતા જેમણે આ આદેશ માનવાની ના પાડી દીધી.

મુસાફરોના લેન્ડિંગ પ્રક્રિયાનું પાલન કરવાનો ઈન્કાર કરવાના કારણે ફ્લાઈટના પાઈલટે તમામ મુસાફરોને સૂચિત કરતા એક જાહેરાત કરવાનું શરૂ કરી દીધુ કે તેઓ વિમાનનું લેન્ડિંગ કરશે નહીં. તેમણે મુસાફરોને કહ્યું કે તેઓ ચાંગી એરપોર્ટના રસ્તાને બંધ કરવા જઈ રહ્યા છે અને પછી ફરીથી ઉતરણનો પ્રયત્ન કરવા માટે ચક્કર કાપી રહ્યા છે. મુસાફરોને ચેતવણી આપવામાં આવી કે જો તેમણે બીજા એંગલથી લેન્ડિંગ કરવાના પ્રયત્ન સુધી પોતાના સીટબેલ્ટ ન બાંધ્યા તો ઘટનાની સૂચના ચાંગી એરપોર્ટના સહાયક પોલીસને આપવામાં આવશે.

પાઈલટે યાદ અપાવ્યું કે ઈન્ટરકોમ સ્પીકરના માધ્યમથી મુસાફરો માટે સૂચના, જો કેબિન સુરક્ષિત ન હોય તો અમે કાયદાકીય રીતે એક વિમાનને ઉતારવામાં અસમર્થ છીએ. જેવું વિમાન અંતે લેન્ડ થયું કે મુસાફરોને સૂચિત કરતા એક અન્ય જાહેરાત કરાઈ કે સ્થાનિક અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે અને તેઓ વિમાનમાં આવીને કાર્યવાહી કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ
Next articleઅમેરિકી હાઉસમાં ટ્રમ્પની પાર્ટીને બહુમત