(જી.એન.એસ) તા. ૨૪
તિરુવનંથપુરમ,
આ વર્ષે ચોમાસાએ કેરળમાં વહેલી દસ્તક દીધી છે, પણ આ પહેલો વરસાદ જ લોકો માટે મોટી મુસીબત બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે તે ઘણા ચિંતાજનક છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ગુજરાતમ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે ચોમાસું કેરળ પહોંચી ચૂક્યું છે.
કાળઝાળ ગરમી વચ્ચે કેરળમાં વરસાદની શરૂઆત થઈ. પરંતુ, લોકો રાહત મેળવે તે પહેલાં જ મુસીબતના દૃશ્યો સામે આવવા લાગ્યા છે. પહેલાં જ વરસાદમાં કેરળના રસ્તા પાણી-પાણી થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. તો કેટલાંક રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ ભારે વરસાદને પગલે દરિયાના મોજા પણ તોફાની બન્યા છે અને એટલે જ દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો અમુક વિસ્તારોમાં થોડા સમય માટે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.
હજુ તો વરસાદી મૌસમની શરૂઆત જ થઈ છે ત્યાં જ કેરળમાં 4 લોકોના મોત નિપજ્યા હોવાના પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા એર્નાકુલમ, ત્રિશૂર, ઈડુક્કી, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયા છે.
આ વર્ષના પહેલા વરસાદમાં સૌથી ચિંતાજનક દૃશ્યો કેરળના દરિયાકિનારે જોવા મળી રહ્યા છે કે જ્યાં મોજા ખૂબ જ તોફાની અને ઊંચા બન્યા છે. કાંઠાના કેટલાંક વિસ્તારોમાં 3.3 મીટર ઊંચી લહેરો ઉઠી રહી છે. માછીમારોને નવી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. 26 મે સુધી કેરળમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે. હાલ તો શરૂઆતના દૃશ્યો જ આવા ભયનજક છે ત્યારે આવનારી પરિસ્થિતિ શું હશે તે અંગેલોકો ચિંતામાં મુકાયા છે પણ થોડા કલાકો બાદ વરસાદની ગતિ ધીમી થતાં અમુક વિસ્તારોમાં પાણી ઉતરવા લગતા લોકોની તકલીફોમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.