(GNS),12
ભારતે ઈતિહાસ રચી દીધો છે. 4 વારની ચેમ્પિયન સાઉથ કોરિયાને હરાવીને ભારતની મહિલા ટીમે પહેલી વાર હૉકી જૂનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. ભારતે સાઉથ કોરિયાને 21થી હરાવ્યું છે. ચેમ્પિયન બનવવા માટે બંને વચ્ચે જબરદસ્ત ટક્કર ચાલી હતી. પહેલા ક્વાર્ટરમાં બંને ટીમ કોઈ ગોલ કરી શકી નહોતી. ત્યાર બાદ બીજા ક્વાર્ટરમાં અનુએ પેનલ્ટી કોર્નરે ગોલમાં બદલી કરીને ભારતનું ખાતું ખોલ્યું. 22મી મીનિટમાં તેણે ગોલકીપરને જમણી તરફથી ગોલ કરીને ભારતને લીડ અપાવી. જો કે, સાઉથ કોરિયાએ ભારતની આ લીડને વધારે સમય સુધી રહેવા દીધી નહીં.
3 મીનિટ બાદ જ પાર્ક સિયો યિઓને ગોલ કરીને સ્કોર 1-1માં બરાબર કરી દીધો. સ્કોર બરાબર થયા બાદ બંને ટીમ વધારે આક્રમક થઈ ગઈ. 41મી મીનિટમાં નીલમે ભારત માટે એ ગોલ કર્યા જે છેલ્લા વિજયી દાવ સાબિત થયા. તેણે ગોલકીપરની ડાબી તરફથી ગોલ કરીને ભારતને 2-1 થી લીડ અપાવી. ત્યાર બાદ સાઉથ કોરિયાએ ભારત પર કેટલાય વાર કર્યા. સાઉથ કોરિયાને કેટલાય મોકા પણ મળ્યા , પણ સાઉથ કોરિયા પેનલ્ટી કોર્નરનો ફાયદો ન ઉઠાવી શક્યા. ભારતે શાનદાર ડિફેન્સ પણ કરી, જેના દમ પર ટીમ ઈતિહાસ રચવામાં સફળ થઈ. આ અગાઉ ભારત આ ટૂર્નામેન્ટમાં બેસ્ટ પ્રદર્શન 2012માં હતું, જ્યારે પહેલી વાર ફાઈનલમાં પહોંચી હતી, પણ ચીને એ સપનું તોડી દીધું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.