Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પહેલીવાર સંસદમાં બોલવાની તક મળતા કંગના રનૌતે પહેલીવાર લોકસભામાં સરકાર પાસેથી મંડીના...

પહેલીવાર સંસદમાં બોલવાની તક મળતા કંગના રનૌતે પહેલીવાર લોકસભામાં સરકાર પાસેથી મંડીના લોકો માટે માંગણી કરી

62
0

(જી.એન.એસ) તા. 25

નવી દિલ્હી/શિમલા,

બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પોતાની રાજકીય સફર શરૂ કરી દીધી છે. હિમાચલ પ્રદેશના મંડી થી લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેમને પહેલીવાર સંસદમાં બોલવાની તક મળી. ત્યારે  કંગના રનૌતે પહેલીવાર લોકસભામાં સરકાર પાસેથી મંડીના લોકો માટે  પણ માંગણી કરી છે.  કંગના રનૌતે લોકસભા સ્પીકરની સામે પોતાનો અભિપ્રાય રજૂ કરતા કહ્યું- માનનીય સ્પીકર મોહદય જી, હું તમને મારા અને મંડીના લોકો તરફથી હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આભારી છું કે તમે મને પહેલીવાર મંડી વિસ્તાર વિશે બોલવાની તક આપી. સાહેબ, આપણા મંડી વિસ્તારમાં ઘણી કલા શૈલીઓ છે, જે લુપ્ત થઈ રહી છે. 

તેમણે આગળ કહ્યું- આપણા હિમાચલ પ્રદેશમાં, જે ઘર બનાવવાની કલા શૈલી છે. ત્યાં ઘેટાં અને યાકના ઊનમાંથી વિવિધ કપડાં બનાવવામાં આવે છે. જેમ કે જેકેટ્સ, સ્વેટર, શાલ અને કેપ્સ જે વિદેશોમાં ખૂબ મૂલ્યવાન છે. અહીં આ વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે કયા પગલાં લેવામાં આવી રહ્યા છે? હું એ પણ કહેવા માંગુ છું કે આપણા હિમાચલનું સંગીત. ખાસ કરીને સ્પીતિ અથવા કિન્નોર અને ભરમૌરના પ્રદેશમાં જોવા મળતા પરંપરાગત વસ્ત્રો, તેમના વસ્ત્રો અને 8 લોક સ્વરૂપો પણ લુપ્ત થઈ રહ્યા છે. તો તેમના વિશે શું પગલાં લેવામાં આવે છે? 

લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌતે જે રીતે હિંમતભેર સંસદમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેને જોઈને લાગે છે કે તે આવનારા સમયમાં જનતા માટે ઘણું બધું કરવા જઈ રહી છે. કંગનાએ મંડીના લોકો માટે સંસદમાં જે મુદ્દાઓ રજૂ કર્યા છે તેના પર કામ ક્યારે શરૂ થશે તે જોવું રહ્યું. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમમાં પાણીની આવક થતા ઓવરફ્લો થયો
Next articleમોટાપાયે વૃક્ષારોપણ અને પુનઃસ્થાપન પ્રયાસોના કારણે ગુજરાતમાં મેન્ગ્રોવ (ચેર) કવર 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું