Home અન્ય રાજ્ય પહેલગામમાં ડ્રાઈવરે પોતાના ઘરમાં આતંકી હુમલા બાદ ફસાયેલા પરિવારને આશરો આપ્યો

પહેલગામમાં ડ્રાઈવરે પોતાના ઘરમાં આતંકી હુમલા બાદ ફસાયેલા પરિવારને આશરો આપ્યો

36
0

(જી.એન.એસ) તા. 24

પહલગામ,

જમ્મુ-કાશ્મીરના પહેલગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહારાષ્ટ્રનો એક પરિવાર પહેલગામમાં એક કેબ ડ્રાઈવરની પ્રશંસા કરવામાં આવી રહી છે જેમાં એક ડ્રાઈવરે પોતાના ઘરમાં આતંકી હુમલા બાદ ફસાયેલા પરિવારને આશરો આપી સંચવ્યા હતા.

સોશિયલ મીડિયા પર માણસાઈ નો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહારાષ્ટ્રનો એક પરિવાર જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એક કેબ ડ્રાઈવરની પ્રશંસા કરી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે આ વિસ્તારમાં આતંકી હુમલા બાદ જ્યારે તેઓ ફસાયેલા હતા ત્યારે ડ્રાઈવરે તેમને મદદ કરી હતી. હુમલા દરમિયાન મુસ્લિમ કેબ ડ્રાઈવર તેમને તેમના ઘરે લઈ ગયો હતો. એ પરિવાર એની સાથે સુરક્ષિત છે એની ખાતરી આપી એ પરિવારને વિશ્વાસ આવ્યો. ડ્રાઇવરે તેમને માત્ર રહેવાની જગ્યા જ આપી ન હતી, તેણે એ પરિવારને પ્રેમથી જમાડ્યો પણ ખરો.  જો કે, કેબ ડ્રાઈવરને એ વાતનું દુઃખ હતું કે આ ઘટનાથી ખીણમાં પ્રવાસનને અસર થશે.

કેબ ડ્રાઈવર આદિલે વીડિયોમાં કહ્યું કે હવે જે કંઈ પણ થયું છે તેની અસર સમગ્ર કાશ્મીરની અર્થવ્યવસ્થા પર પડશે. રસ્તાની બાજુના દુકાનદારોથી લઈને મોટા હોટેલ માલિકો સુધી દરેકને આની અસર થશે. અમે આ બાબતને સમર્થન આપતા નથી. આ સમગ્ર માનવતાની હત્યા છે. આદિલે વધુમાં જણાવ્યું હતું કે ત્યાં માસુમ બાળકો હતા જેઓ તેમના પરિવાર સાથે મુલાકાત માટે આવ્યા હતા. તેને કેવી રીતે ખબર હતી કે તેની સાથે આવું થશે. તેનાથી સમગ્ર કાશ્મીરની બદનામી થશે. અમારા કામ પર અસર થશે. આપણું અર્થતંત્ર ખતમ થઈ ગયું, આપણો ધંધો ગયો. એક વ્યક્તિએ ભૂલ કરી છે, તેનું પરિણામ દરેકને ભોગવવું પડશે.

જમ્મુ કાશ્મીર ઘાટીમાં ઘણા લોકો તેમની કમાણી માટે પ્રવાસીઓ પર નિર્ભર છે. કેબ ડ્રાઈવરની ઓળખ આદિલ તરીકે થઈ છે. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે એક વ્યક્તિએ ભૂલ કરી છે, પરંતુ તેની સજા દરેકને ભોગવવી પડશે. આ જ વીડિયોમાં મહારાષ્ટ્રનો પરિવાર આદિલને મુશ્કેલ સમયમાં આપેલી મદદ માટે વખાણ કરી રહ્યો છે. એક મહિલાને મરાઠીમાં બોલતા સાંભળી શકાય છે કે આ ડ્રાઈવર અમને તેના ઘરે લઈ ગયો અને તેમને સુરક્ષિત રાખ્યા. તેમણે તેમને ખાવાનું આપ્યું અને સલામત સ્થળે પણ લઈ ગયા. સવારથી તે તેમને સાંત્વના આપી રહ્યો છે અને કોઈ પણ બાબતની ચિંતા ન કરવા કહે છે. વીડિયોમાં મહિલાએ કેબ ડ્રાઈવરને આદિલ ભાઈ તરીકે ઓળખાવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field