Home ગુજરાત પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં સૌરાષ્ટ્ર દરીયાઈ સરહદની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ

પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં સૌરાષ્ટ્ર દરીયાઈ સરહદની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ

42
0

(જી.એન.એસ) તા. 25

જામનગર,

દેશમાં સૌથી વધુ એટલે કે, ગુજરાતને 1600 કિમી લાંબો દરિયાઈ કિનારો છે. જેમાંથી સૌરાષ્ટ્ર દરીયાઈ સરહદ પાકિસ્તાની દરીયાઈ સરહદ સાથે સંકળાયેલ છે. તેથી પહલગામ આતંકી હુમલા બાદ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં દરીયા કિનારાની સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. જામનગર મરિન પોલીસ દ્વારા દરીયાઈ સરહદની સુરક્ષા અનેકગણી વધારી દેવાઈ છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલા બાદ કેન્દ્ર, રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. જમીની સરહદ સાથે દરીયાઈ સરહદે પણ સુરક્ષા સઘન કરી દેવાઈ છે. ગુજરાતનો સૌરાષ્ટ્ર દરીયાઈ કિનારો પાકિસ્તાની દરીયાઈ સરહદ સાથે સંકળાયેલ છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં દરીયા કિનારા પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. Jamnagar Marine Police દ્વારા તમામ ચેક પોસ્ટ પર સધન ચેકીંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરીયા કિનારે લેન્ડિંગ પોઈન્ટ તેમજ દરીયાઈ કિનારાના ગામોમાં સુરક્ષા જવાનો દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે.

પહાલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાની આર્મી, નેવી, એરફોર્સ અને મરિન જેવી પાંખો એકશન મોડમાં આવી ગઈ છે. આ હુમલા બાદ દેશની તમામ સરહદો પર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જામનગર મરીન પોલીસે માત્ર જામનગર જ નહિ પરંતુ સૌરાષ્ટ્રના દ્વારકા, અને મોરબી જિલ્લામાં દરીયા કિનારા પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. માછીમારોની બોટ અને માછીમારોનું સઘન ચેકીંગ હાથ ધરાયું છે. મરીન પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી, મરીન કમાન્ડો, હોમગાર્ડ સહિતના જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાઈ ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field