(જી.એન.એસ) તા. 22
અમદાવાદ,
પ્રવાસીઓ અને મુસાફરોની સુવિધા તેમજ ધસારાને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને બાંદ્રા રેલ્વે ટર્મિનસ વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.જેમાં ટ્રેન નંબર 09462 અમદાવાદ બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરી 2025 શુક્રવારના રોજ અમદાવાદથી રાત્રે 8 વાગ્યે ઉપડશે અને બીજે દિવસે સવારે 4.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
તેવી જ રીતે ટ્રેન નંબર 09461 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 5.35 વાગ્યે ઉપડશે અને તેજ દિવસે 13.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ,,વાપી,દહણું રોડ અને બોરીવલી રેલ્વે સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.
ટ્રેન નંબર 09462 અને 09461 માટે બુકીંગ 22 જાન્યુઆરી 2025થી બધા પીઆરએસ કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.