(જી.એન.એસ),તા.21
અમદાવાદ,
પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર મંડળ પર કટની મુડવારા-બીના સેક્શનમાં દમોહ સ્ટેશન પર નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ મંડળથી ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે પ્રમાણે છે.
રદ્દ ટ્રેનો
31 ઓગસ્ટ અને 07 સપ્ટેમ્બર 2024 ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન નંબર 22830 શાલીમાર-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
03 અને 10 સપ્ટેમ્બર 2024 ના રોજ ભુજથી ઉપડનારી ટ્રેન નંબર 22829 ભુજ-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
25 ઓગસ્ટ, 01 અને 08 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 09493 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ રદ્દ રહેશે.
27 ઓગસ્ટ, 03 અને 10 સપ્ટેમ્બર 2024 ના રોજ પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ રદ્દ રહેશે.
04 અને 11 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
07 અને 14 સપ્ટેમ્બર 2024 ના રોજ કોલકાતાથી ઉપડનારી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
ડાયવર્ટ કરાયેલા ટ્રેનના રુટ
27 ઓગસ્ટ 2024 ના રોજ ભુજથી ઉપડનારી ટ્રેન નંબર 22829 ભુજ-શાલીમાર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-કટની મુડવાર-ન્યૂ કટનીને બદલે ડાયવર્ટ માર્ગ વાયા સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટની સાઉથ-ન્યૂ કટનીના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સાઉથ સ્ટેશન પર રોકાશે.
26 અને 30 ઓગસ્ટ તથા 02, 06, 09 અને 13 સપ્ટેમ્બર 2024 ના રોજ જબલપુરથી ઉપડનારી ટ્રેન નંબર 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ જબલપુર-કટની મુડવારા-બીના-ભોપાલને બદલે ડાયવર્ટ માર્ગ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલના માર્ગે ચાલશે.
09 સપ્ટેમ્બર 2024 ના રોજ વેરાવળથી ઉપડનારી ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ભોપાલ-બીના-કટની મુડવારા-જબલપુરને બદલે ડાયવર્ટ માર્ગ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુરના માર્ગે ચાલશે.
31 ઓગસ્ટ 2024 ના રોજ કોલકાતાથી ઉપડનારી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ન્યૂ કટની-કટની મુડવારા-બીના-નિશાતપુરા-સંત હિરદારામ નગરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ન્યૂ કટની-કટની સાઉથ-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગરના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સાઉથ સ્ટેશન પર રોકાશે.
08 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-કટનીને બદલે ડાયવર્ટ માર્ગ વાયા સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટનીના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે.
10 સપ્ટેમ્બર 2024 ના રોજ પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુરા-સંત હિરદારામ નગરને બદલે ડાયવર્ટ માર્ગ વાયા કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગરના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે.
25 ઓગસ્ટ 2024 થી 12 સપ્ટેમ્બર 2024 સુધી ગોરખપુરથી ઉપડનારી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુરા-સંત હિરદારામ નગરને બદલે ડાયવર્ટ માર્ગ વાયા કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગરના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે.
10 અને 11 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-કટનીને બદલે ડાયવર્ટ માર્ગ વાયા સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટનીના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે.
28 ઓગસ્ટ, 4 અને 12 સપ્ટેમ્બર 2024 સુધી દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુર-સંત હિરદારામ નગરને બદલે ડાયવર્ટ માર્ગ વાયા કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગરના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.