Home ગુજરાત પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવવાથી ગ્રામીણ અર્થતંત્ર વધુ મજબૂત બન્યું છે:પશુપાલન રાજ્ય...

પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવવાથી ગ્રામીણ અર્થતંત્ર વધુ મજબૂત બન્યું છે:પશુપાલન રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ

21
0

…………….

કુત્રિમ બીજદાન માટે પશુપાલકોને પ્રોત્સાહન આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી

…..

(જી.એન.એસ),તા.૧૨

ગાંધીનગર,

ગુજરાતમાં પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવવાથી ગ્રામીણ અર્થતંત્ર વધુ મજબૂત બન્યું છે.ઓલાદની ગાય-ભેંસ મળી રહે તે માટે કૃત્રિમ બીજ દાન માટે પશુપાલકોને પ્રોત્સાહન આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવી છે તેમ, વિધાનસભા ગૃહમાં માંગરોળના ધારાસભ્યશ્રી ભગવાનજી કરગટીયા દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા પશુપાલન રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જૂનાગઢમાં કુત્રિમ બીજદાન યોજના હેઠળ સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલા વાછરડાઓના ઉછેર માટે ૭૯૧ પશુપાલકોને રૂ. ૨૩.૭૩ લાખની પ્રોત્સાહન રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.

……………..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાગાયતી પાકના સંગ્રહ માટે હેડકી
Next article‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ મંત્રને સાકાર કરવા પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ બનાવવાના હેતુથી છેલ્લા એક વર્ષમાં રૂ.૫૭ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઇ :  શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર