Home રમત-ગમત Sports પર્પલ કેપની રેસમાં યુઝવેન્દ્ર ચહલ આગળ નીકળ્યો

પર્પલ કેપની રેસમાં યુઝવેન્દ્ર ચહલ આગળ નીકળ્યો

128
0

(જી.એન.એસ),તા.૦૭

મુંબઈ,

આઈપીએલ 2024ની 19 મેચ બાદ પર્પલ કેપ અને ઓરેન્જ કેપ ખુબ રોમાંચક જોવા મળી રહી છે. ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી આગળ નીક્ળ્યો છે. તો પર્પલ કેપની રેસમાં પણ ટકકર જોવા મળી રહી છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું વચ્ચે રમાયેલી મેચ બાદ સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પર્પલ કેપ પર કબ્જો કર્યો છે. રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ સીઝનમાં પર્પલ કેપની રેસમાં સૌથી આગળ નીકળી ગયો છે. ચહલે બેગ્લુરું વિરુદ્ધ રમાયેલી મેચમાં 4 ઓવરમાં બોલિંગ કરી 34 રન આપી 2 વિકેટ લીધી હતી. આ સાથે તે 4 મેચમાં 8 વિકેટ મેળવી લીધી છે. તે આ લિસ્ટમાં બીજા નંબર પર મોહિત શર્મા છે. તેમણે 4 મેચમાં 7 વિકેટ લીધી હતી. મુસ્તફિઝુર રહમાન 3 મેચમાં 7 વિકેટની સાથે લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે. ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી આગળ છે. તેમણે 5 મેચમાં કુલ 316 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 2 અડધી સદી પણ ફટકારી છે. બીજા સ્થાને રિયાન પરાગ છે. જેમણે 185 રન બનાવ્યા છે. સંજુ સેમસને 4 મેચમાં 178 રન બનાવી ત્રીજા નંબર પર છે. રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સે 6 વિકેટથી જીત નોંધાવી છે. આ મેચમાં જોસ બટલર સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યો હતો. આ મેચમાં જોસ બટલરે ટીમને જીત અપાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleત્રણ બાળકોની માતાએ પતિને કહ્યા વગર નસબંધી કરાવી, પતિને વધુ બાળકો જોઈતા હતા
Next articleઆઈપીએલ 2024માં જોસ બટલરે સદી ફટકારતા જ સેલિબ્રેશન શિમરોન હેટમાયરનું જોવા જેવું હતુ