વડોદરામાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી
(જી.એન.એસ),તા.૧૦
વડોદરા,
વડોદરામાં એક પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પરિણીતાએ સાસરિયાના તમામ સભ્યો સામે આક્ષેપો કરી ફરિયાદ નોંધાવી છે.
આ કેસની વિગતો એવી છે કે, ત્રણેક મહિનાથી હું મારા માતા પિતા તેમજ ભાઈ સાથે રહ્યું છું અને પ્રાઇવેટ નોકરી કરી મારું જીવન ગુજરાન ચલાવું છું. મારા લગ્ન તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સમાજના રીત રિવાજ મુજબ વડીલોની હાજરીમાં રાજીખુશીથી અને ધામધુમથી શ્રીજય બાળકૃષ્ણનાઓની સાથે તુલસીભાઈની ચાલી સલાટવાડા વડોદરા શહેર ખાતે થયા હતા. લગ્ન વખતે મારા માતા-પિતાએ સોના-ચાંદીના દાગીના, તથા ઘરવખરીનો સામાન તથા સગા-સંબંધીઓ તરફથી આવેલ ભેટ-સોગાદો અને સમાજના રીત રિવાજ મુજબ પોશાક ના રોકડા રૂપિયા ૫૦૦૦/- આ તમામ કરીયાવર સાથે હું મારા પતિ સાથે સત્યમ નગર ગંગોત્રી પાર્ટી પ્લોટની પાછળ સમા વડોદરા ખાતે સંયુકત પરીવાર રહેવા માટે ગઈ હતી. ત્યારબાદ તા.૦૭/૫/૨૦ ૨૩ ના રોજ કુળદેવીના દર્શન કરવા માટે રાયગઠ મહારાષ્ટ્ર ખાતે સંયુક્ત પરીવાર સાથે ગયેલા અને તા. ૧૧/૦૫/૨૦ ૨૩ ના રોજ મારા માતા-પિતાએ આપેલી સાડી મે પહેરતાં મારા સાસુ અને મારા પતિએ મને કહેલ કે, તારા માતા-પિતાએ સાડી હલકી આપી છે તું અમારી આપેલી સાડી પહેરી લે ત્યારે મે મારી સાસરીમાંથી સગાઇમાં આપેલી તે સાડી પહેરીને સત્યનારાયણની કથામાં બેઠા હતા. અમે મહારાષ્ટ્રથી વડોદરા ખાતે તા.૨૦/૦૫/૨૦૨૩ ના રોજ ૫રત મારી સાસરીમાં આવેલા. ત્યારબાદ આશરે ચાર પાંચ દિવસ બાદ મારા પતિએ મને જણાવેલ કે, તું કન્યાદાનમાં ઘરવખરીનો સામાન વધારે લઇ આવી એની જગ્યાએ સોના-ચાંદીના દાગીના લાવી હોત તો કામ લાગતા અને મારા પતિ ને મારા માતા-પિતાએ આપેલી સોનાની ચેઇન બહુ પાતળી લાગી હતી અને મંગળસુત્ર પણ પાતળુ આપ્યું હોવાનું કહી મેણા- ટોણા મારતા હતા અને હું જમવાનું બનાવું ત્યારે મારા સાસુ મને મારા પતિની સામે કહેતાં કે, તું શાકમાં તેલ વધારે નાખે છે. અને ચા બનાવે છે ત્યારે ખાંડ પણ વધારે નાખે છે જેથી અમોને બધાને બીમાર કરી દઈશ તેમ કહી ટોણા મારતા હતા. હું નોકરી કરતી હતી ત્યારે મારા માતા-પિતાએ લગ્ન માટે લોન લીધેલી તે લોનના હપ્તા હું ભરતી હતી. અને આ વાત મારા સાસરીવાળાને ખબર છે તેમ છતાં મારા પતિ અને સાસુ મને કહેતા કે તારા લગ્નની લોન તારા મમ્મી-પપ્પા ભરે તારે ભરવાની જરૂર નથી તું પગાર ઘરમાં આપે અને મારા સસરા કહે તા કે, તું અમારા ઘરનું ખાય છે અને પગાર તારા માતા-પિતાને આપે છે અને મારા દિયર કહેતા હતા કે, ભાભી તમારે પગાર મમ્મી-પપ્પાને આપવો પડશે તેવું કહીને મારી સાથે ઝગડો કરી મારા પતિએ મને લાફો મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારે હું મારા પિયરમાં જતી રહેલ અને ત્યારબાદ તા.૩/૬/૨૦૨૩ ના રોજ વડસાવીત્રી હોય જેથી હું મારી સાસરીમાં વડસાવિત્રી વ્રતની પુજા કરવા ગઇ ત્યારે મારા સાસુએ મને કહેલ કે, તું ફોન કર્યા વિના ઘરે કેમ આવી ગઈ છે? તું પુજા કરીને તારા પિયરમાં પાછી જતી રહેજે તું તારા પિયરમાંથી વધારે સૉનુ લાવી નથી જેથી તું તારા પિયર જતી રહેજે. મને ખર્ચના પણ પૈસા આપતા ન હતા. મારા પતિ નોકરીથી આવતો ત્યારે મારી સાથે વાતચીત કરતા નહી અને ઘરની બહાર જતા રહેતા અને મોડા ઘરે આવતા. મારી સાથે શારીરીક રિલેશન રાખતા નહી ત્યારે મે પુછેલ કે, તમે કેમ શારીરીક રિલેશન ય રાખતા નથી ત્યારે મારા પતિએ કહેલ કે મારે મલેશિયા જવું છે મારે પાંચ લાખ રૂપિયા જોઇએ છે. -તું તારા પિયરમાંથી લઈ આવ તો જ હું તારી જોડે શારીરીક રિલેશન રાખીશ. તેમ કહી મારી સાસુના રૂમમાં ઊંઘવા માટે જતો રહેતો. ત્યાર બાદ જુન ૨૦૨૩૨૦૨૩માં મારી માસી સાસુને ત્યાં જમવાનું રાખેલ હોય અને હું ઘરમાં તૈયાર થતી હોય ત્યારે મારા દિયરે મને કહેલ કે, ભાભી કપડાં બદલો છો તો દરવાજો બંધ કરીને કપડાં બદલો ત્યારે મે કહેલ કે કપડાં બદલીએ ત્યા રે દરવાજો બંધ કરવાનો છે તે મને ખબર છે. મારા દિયરને ખોટું લાગી જતા મારો દિયર માટે પતિને મારા વિશે ચઢામણી કરેલી ત્યારે મારો પતિએ મારી સાથે ઝગડો કરેલો કે તને નરેશે શું ખોટુ કહ્યું છે તારે સામે જવાબ આપવાની શું જરૂર હતી તેમ કહી મારી સાથે ઝગડો કરેલો અને મારો પતિ મને કહેતો કે, તું વાંદરા જેવી લાગે છે તારી સાથે મા રે રહેવુ નથી. આ બાદમાં પણ તેમની વચ્ચે ઝઘડાઓ અટક્યા ન હતા.
આખરે સાસરિયાંનો ત્રાસ વધતાં પરિણીતાએ પતિ) શ્રીજય બાળકૃષ્ણ સાલેકર, (સાસું) મુકતા ઉર્ફે મીનાક્ષી બાળકુષ્ણ સાલેકર , (સસરા) બાળકૃષ્ણ તુકારામ સાલેકર, (દિયર) નરેશ બાળકુષ્ણ સાલેકર ૫ તમામ રહે : એ/૨૩, સત્યમનગર ગંગોત્રી પાર્ટીપ્લોટની પાછળ સમા સાવલી રોડ વડોદરા શહેર તેમજ (નંણદોઇ) ભગવાન નારાયણ સિંધે સામે ફરિયાદ નોંધાવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.