(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા),તા.૧૧
પાટનગર: મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લગણી સાથે જોડવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગર સેકટર ૧૧ ખાતે આવેલ રામકથા મેદાનમાં આજે વહેલી સવારથી જ મધુર ડેરી દ્વારા વર્ષના પહેલા પર્વ ઉતરાયણને પતંગ ઉડાવી ગાંધીનગરમાં અવનવા પતંગોથી આકાશીયુઘ્ઘ જોવા મળ્યો હતો. ત્યારે મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું કે અવનવા કાર્યક્રમો જો સમાજમાં થાય તો આપણી સંક્રાંતિઓ આવનારી પેઢીઓમાં જીવિત રહે તે ઉદ્દેશ્ય થી મધુર જાહેર પતંગઉત્સવનો આયોજન કરવામાં આવ્યો હતો. વધુ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાનું મનોબળ વધારવા અને પર્વને અનુરૂપ સંદેશો પાઠવવા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે મધુર ડેરીના એમ.ડી. મનોહર ચોહાણે જણાવ્યું કે આજે મધુર ડેરી સમગ્ર ભારતમાં પોતાનું ઉત્પાદન કરી લોકો સુધી ખાણીપીણી વસ્તુઓ પહોચાડે છે. જેથી આજે ગાંધીનગરમાં પક્ષીઓને બચાવવા સાથે એક ઉદેશ્યથી આ કાર્યક્રમ કરી પતંગોઉત્સવના ચાહકોને મધુર ડેરી એક ખાસ ઇનામ તરીકે ટુ-વ્હીલર એકટીવા આપવામાં આવશે.અલગ અલગ રાજ્યો પોતાની સંક્રાંતિથી આ ઉત્સવ ને ઉજવે છે ત્યારે ગુજરાત માત્ર એક એવો રાજ્ય છે જ્યાં આ પર્વને પતંગ ઉડાવી ઉજવે છે. વધુમાં જણાવતા કહ્યું કે પતંગ પર્વને એક જાહેર ઉત્સવ તરીકે ઉજવીને ગુજરાતના પાટનગરની એક આગવી ઓળખ ઉભી કરવા મધુર ડેરી પ્રતિબધ્ધ છે.
મધુર ડેરી સમગ્ર ભારતમાં શેરી શેરીએ જોવા મળે છે. અને આજે મધુર ડેરી પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. ત્યારે મધુર ડેરી બિજનેશ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આજે પહેલી વાર ગાંધીનગર ખાતે ગુજરાતના નવયુવાનો માટે આ પર્વની ઉજવણી કરી તમામ પક્ષીઓનો ધ્યાન રાખી પાટનગરમાં મધુર જાહેર પતંગ ઉત્સવ માનવામાં આવ્યો હતો.. ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં કર્મચારીઓને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે. નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. ત્યારે મધુર ડેરી દ્વારા આયોજિત પતંગ ઉત્સવ માં પતંગ ચકાવનાર વ્યક્તિ માટે ઇનામ અને જલેબી,ઉંધિયાનો અયોજ કરવામાં આવ્યો હતો. ગુજરાત માં ઉતરાયણ ના આ પર્વ માં ઉધીય,જલેબી પ્રખ્યાત છે જે અનુંસધાને લોકો આજના દિવસે આ બે ચીજોનું લાભ લે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.