(જી.એન.એસ) તા. 17
અમદાવાદ,
શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી લોટ્સ ઉચ્ચતર માધ્યમિક શાળા જે લગભગ 21 વર્ષથી પણ જૂની સ્કૂલ છે. પંજાબ નેશનલ બેંકમાંથી ભૂતકાળમાં સ્કૂલના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પૈકી દ્વારા સ્કૂલને મોર્ગેજ મૂકીને લોન લેવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા 1.25 કરોડ લોનની રકમ સમયસર ભરવામાં આવી નહોતી. પરિણામે સ્કૂલને લોન ભરવા અનેક નોટિસ આપવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ દ્વારા સ્કૂલનું બિલ્ડિંગ સિલ કરવા સુધીની નોટિસ આપવામાં આવી હતી. પંજાબ નેશનલ બેન્કે લોન ભરવા માટે શાળાને વારંવાર નોટિસ ફટકારી હતી. જોકે, તેમછતાં પણ લોન ભરવામાં આવી નહોતી. આખરે બેંકે શુક્રવારે શાળાને સીલ મારી દીધી હતી. એટલું જ નહીં બેંક સીલ ના ખોલવા માટેની નોટિસ લગાવી હતી. શાળાને સીલ કરતા વિદ્યાર્થીઓને આજે ભણ્યા વગર ઘરે પરત ફરવું પડ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.