Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ પંજાબમાં પોલીસ ચોકી પર હુમલો કરનારા આંતકવાદીઓનું ઉત્તરપ્રદેશમાં ઠાર માર્યા

પંજાબમાં પોલીસ ચોકી પર હુમલો કરનારા આંતકવાદીઓનું ઉત્તરપ્રદેશમાં ઠાર માર્યા

41
0

(જી.એન.એસ),તા.23

પીલીભીત (ઉત્તર પ્રદેશ)

કલાનૌર નગર પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલું છે. 19મી ડિસેમ્બરે અહીં બક્ષીવાલ પોલીસ ચોકી પર આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પોલીસ ચોકીને નિશાન બનાવીને ગ્રેનેડ બોમ્બ ફેંક્યા અને ભાગી ગયા. પંજાબ પોલીસ, હુમલાખોર એવા આતંકવાદીઓ પર સતત નજર રાખી રહી હતી. આ દરમિયાન તેમને ખબર પડી કે ત્રણેય ખુંખાર આતંકીઓ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં છુપાયેલા છે. યુપી પોલીસ અને પંજાબ પોલીસે, આજે સોમવારે સવારે પીલીભીતમાં હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન ત્રણેય માર્યા ગયા હતા. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ જસન પ્રીત, વીરેન્દ્ર સિંહ અને ગુરવિંદર સિંહનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે જસન પ્રીત ગુરુદાસપુરના કલાનૌરના નિક્કા સુર ગામનો રહેવાસી હતો. ગામના લોકો તેને પ્રતાપ સિંહ કહીને બોલાવતા હતા. તેની ઉંમર 18 વર્ષની હોવાનું કહેવાય છે. જસન પ્રીતની માતાએ જણાવ્યું કે તેનો પુત્ર ટ્રેક્ટર ચલાવતો હતો. તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં કેવી રીતે સામેલ થયો તે ખબર નથી. જસન પ્રીતના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા. ઘરમાં બધા ખુશ હતા. આઠ દિવસ પહેલા તે કોઈ કામના બહાને ઘરની બહાર ગયો હતો, પરંતુ પાછો આવ્યો ન હતો. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વીરેન્દ્ર સિંહ પણ ગુરુદાસપુરના કલાનૌરનો રહેવાસી છે. તે અગવાન ગામનો રહેવાસી છે. ગામ લોકો તેને રવિ કહે છે. તેમના પિતાનું નામ રણજીત સિંહ છે. તેની ઉંમર 23 વર્ષ હોવાનું કહેવાય છે. ત્રીજો આતંકી ગુરવિંદર સિંહ ગુરુદાસપુરના કલાનૌરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષની હોવાનું કહેવાય છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીલીભીતમાં પોલીસે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ ત્રણેય પોલીસ ટીમને નિશાન બનાવીને ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસની જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓ ઘાયલ થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયના મોત થયા હતા. ત્રણ આતંકવાદીઓનું એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુરમાં નહેર પાસે થયું હતું. પીલીભીતના એસપી અવિનાશ પાંડેએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં, ત્રણેય આતંકીઓ માર્યા ગયા છે. તેના પર પંજાબમાં પોલીસ ચોકી પર હુમલો કરવાનો આરોપ હતો. આતંકીઓ પાસેથી બે એકે 47 અને બે પિસ્તોલ મળી આવી છે. એન્કાઉન્ટર દરમિયાન યુપી પોલીસની ટીમ સાથે પંજાબ પોલીસની ટીમ પણ સામેલ હતી. ઉત્તર પ્રદેશના એડીજી કાયદો અને વ્યવસ્થા અમિતાભ યશે કહ્યું કે, યુપી પોલીસ અને પંજાબ પોલીસે મળીને આતંકવાદી મોડ્યુલને સફળતાપૂર્વક બેઅસર કરી દીધું છે. આ આતંકીઓ કોની સાથે કનેક્શન ધરાવે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. અમે દેશની સાર્વભૌમત્વની સુરક્ષા માટે અન્ય રાજ્યોની પોલીસ અને એજન્સીઓ સાથે સંયુક્ત મોરચો બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field