Home દેશ - NATIONAL પંજાબમાં આવશે વધુ રોકાણ, અમારા યુવાનોને રોજગાર મળશે : પંજાબ સરકાર

પંજાબમાં આવશે વધુ રોકાણ, અમારા યુવાનોને રોજગાર મળશે : પંજાબ સરકાર

34
0

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબી યુવાનોને રોજગાર આપવા માટે નવી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે અમારી સરકારે ટાટા સ્ટીલ કંપની સાથે પંજાબમાં પ્લાન્ટ સ્થાપવા માટે કરાર કર્યો છે. પરિણામે યુવાનો માટે રોજગારીનુ સર્જન થશે. તેમણે ટ્વીટ કર્યુ કે સરકાર અને ટાટા સ્ટીલ કંપની વચ્ચે આ કરાર થયો છે.

તમને જણાવી દઈએ કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં કેબિનેટની બેઠક મળી હતી. તે બેઠક બાદ મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને પંજાબીઓ સાથે પોતાની ખુશી શેર કરી હતી. સીએમ માને ટ્વિટમાં લખ્યુ, ‘પંજાબીઓ સાથે એક સારા સમાચાર શેર કરી રહ્યા છીએ.’ તેમણે કહ્યુ કે તેમની સરકાર અને ટાટા સ્ટીલ કંપની પંજાબમાં પ્લાન્ટ સ્થાપવા માટે સમજૂતી પર પહોંચી ગઈ છે.’

મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને લખ્યુ કે, ‘આનાથી રાજ્યમાં 2600 કરોડનુ રોકાણ થશે અને તેની સાથે આપણા યુવાનોને રોજગારી મળશે.’ આ સાથે મુખ્યમંત્રી ભગવંત માને લખ્યુ – ‘સચ્ચિયાં નિયતાં નૂં મુરાદાં હૈ… પંજાબમાં ફરી કંપનીઓ આવવા લાગી છે.’ આ પહેલા પંજાબના સીએમ ભગવંત માને કહ્યુ હતુ કે અમારી સરકાર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનુ ચાલુ રાખશે.

પૂર્વ ખાદ્ય અને પુરવઠા મંત્રી ભારત ભૂષણ આશુની ધરપકડ પર તેમણે કહ્યુ કે કાયદો પોતાનુ કામ કરી રહ્યો છે. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા અમે કહ્યુ હતુ કે પંજાબને લૂંટનારાઓનો હિસાબ કરવામાં આવશે. આ ધરપકડ તેમનો હિસાબ છે. જેની સામે પુરાવા આવે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.

પંજાબના સીએમ ભગવંત માને કહ્યુ કે જ્યારે આશુ મંત્રી હતા ત્યારે તેમનો ઘમંડ દેખાતો હતો. સીએમ માનનુ કહેવુ છે કે મંત્રી હતા ત્યારે અધિકારીઓ સાથે કેવી રીતે વાત કરતા હતા તે બધા જાણે છે. તેમણે કહ્યું કે તે ચંડીગઢ આવીને કહેતા હતા કે અમને પકડો, હવે અમે પકડી લીધા. નવી ભરતીઓ આવી રહી છે. કાચા કર્મચારીઓની પુષ્ટિ કરવામાં આવી રહી છે. ભરતીમાં કોઈ સગપણ નથી, પૈસાની લેતીદેતી નથી.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field