Home મનોરંજન - Entertainment પંજાબના શીખ સંગઠનો રણબીર કપૂરની ફિલ્મ એનિમલના વિરોધમાં ઉતર્યા

પંજાબના શીખ સંગઠનો રણબીર કપૂરની ફિલ્મ એનિમલના વિરોધમાં ઉતર્યા

26
0

રણબીરની એનિમલ ફિલ્મના સીન પર શીખ સંગઠને વાંધો ઉઠાવ્યો

(જી.એન.એસ),તા.૧૨

હાલમાં બોલિવૂડની તાજેતરની ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. પરંતુ આ દરમિયાન તે અનેક વિવાદોમાં પણ ફસાઈ છે. તમને જણાવી દઈએ કે પંજાબના શીખ સંગઠનો રણબીર કપૂરની ફિલ્મ એનિમલના વિરોધમાં ઉતર્યા છે. ઓલ ઈન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ કરનૈલ સિંહ પીર મોહમ્મદે સેન્સર બોર્ડને પત્ર લખીને ફિલ્મમાંથી શીખોને લઈને વિવાદિત દ્રશ્ય હટાવવાની માંગ કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે જો ફિલ્મમાં શીખો સાથે સંબંધિત વિવાદાસ્પદ દ્રશ્યો હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શીખ સંગઠનો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે. ત્યારે હવે શું ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર ચાલશે કે કેમ તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે…

કયો છે ફિલ્મમાં વિવાદીત સીન?..જે વિષે જણાવીએ, સંગઠનને એ દ્રશ્ય સામે વાંધો છે જેમાં અભિનેતા રણબીર કપૂર ગુરસિખ યુવકના મોં પર સિગારેટનો ધુમાડો ફૂંકતો બતાવવામાં આવ્યો છે. અન્ય એક દ્રશ્યમાં તે ગુરસિખ યુવકની દાઢી પર છરી રાખી રહ્યો છે. સંસ્થાને આ દ્રશ્ય અંગે પણ વાંધો છે. ત્યારે હવે ફિલ્મમાંથી સીન હટાવવામાં આવશે કે નહીં તે અંગે મુઝંવણ છે. પ્રખ્યાત ગીત અર્જુન વેલી સામે પણ વાંધો..જે વિષે જણાવીએ, શીખ સંગઠને એનિમલ ફીમેલના ફેમસ ગીત અર્જુન વેલી સામે પણ વાંધો ઉઠાવ્યો છે, જેમાં શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી દ્વારા ગાયેલું પરંપરાગત ઐતિહાસિક ગીત ગુંડાગીરી અને ગેંગ વોર માટે ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવ્યું હોવાનુ સીખ સંગઠન જણાવી રહ્યું છે. સંગઠને સેન્સર બોર્ડને ફિલ્મમાંથી આ દ્રશ્યો હટાવવાની માંગ કરી છે જેથી લોકો પર તેની નકારાત્મક અસર ન પડે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુહાના ખાનના અફેર પર ગૌરી ખાને નિવેદન આપ્યું
Next articleતૃપ્તિ ડિમરી જે ઈન્ટરનેટ પર હાલ ટ્રેન્ડમાં છે પરંતુ શરૂઆતી કરિયર એટલું સરળ રહ્યું નહોતું