Home દેશ - NATIONAL પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે તો ટામેટાં વધુ મોંઘા થતા મહત્વપૂર્ણ નિર્ણય...

પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે તો ટામેટાં વધુ મોંઘા થતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો

11
0

(GNS),04

ટામેટાંના વધતા ભાવથી સામાન્યથી લઈને પૈસેટકે સુખી સંપન્ન સુધીના દરેકના રસોડાનું બજેટ બગડી ગયું છે. ટામેટા ભાવ આસમાને પહોચતા છેલ્લા ઘણા સમયથી લોકોની પહોંચની બહાર છે. ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર અને પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે તો ટામેટાં વધુ મોંઘા થતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રાજભવનના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે, જ્યાં સુધી ટામેટાના ભાવ સામાન્ય લોકોને પરવડે એટલો ના થાય ત્યાં સુધી રાજભવનમાં ટામેટાનો ઉપયોગ ન કરવો. રાજ્યપાલે કહ્યું છે કે, આજે ખાદ્ય પદાર્થોના સતત વધતા જતા ભાવને લઇને સૌ કોઇ ચિંતિત છે. આવી સ્થિતિમાં, લોકોએ બજારમાં હાલમાં જે પણ વસ્તુઓ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવો જોઈએ, તેનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ વસ્તુ લોકોને સરળતાથી ઉપલબ્ધ નહીં થાય, તો જ્યાં સુધી તે લોકો માટે સુલભ ન થાય ત્યાં સુધી તેઓ તે વસ્તુનો ઉપયોગ પણ કરશે નહીં.

રાજ્યપાલે ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોથી પરેશાન પંજાબની જનતાને શાંતિ અને ધૈર્યથી કામ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, આ પડકાર માત્ર થોડા દિવસો માટે છે, જ્યાં સુધી ટામેટાનો ભાવ આસમાને છે ત્યાં સુધી ઘરોમાં ટામેટાંનો વપરાશ માફકસર કરવો જોઈએ અથવા ટામેટાનો ઉપયોગ ટાળવો જોઈએ. સાથે જ તેમણે ટામેટાંનો વિકલ્પનો પણ ઉપયોગ કરવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં પંજાબમાં ખાસ કરીને ચંદીગઢમાં ટામેટાંના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ખાસ કરીને ચોમાસામાં વરસેલા ભારે વરસાદને કારણે ટામેટાના પાકને ભારે નુકસાન થયું છે. તો બીજા બાજુ માર્ગ ધોવાઈ જવાને કારણે અન્ય રાજ્યોમાંથી આવતો ટામેટાનો પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે. જ્યા સુધી સ્થિતિ સામાન્ય નહી થાય ત્યાં સુધી ટામેટાનો ભાવ વધારે રહેશે. નવો પાક આવતા જ ટામેટાના ભાવ ફરીથી સામાન્ય થઈ જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસર્વેથી જ્ઞાનવાપીનું સત્ય બહાર આવશે : ભાગવત કથાકાર ઠાકુર દેવકીનંદન
Next articleઅંતરિક્ષની ઊંચાઈ બાદ હવે સમુદ્રની ઊંડાઈને સ્પર્શશે ભારત