રાધનપુરથી ચોટીલા જવા નીકળેલા ચાર જેટલા પદયાત્રીઓ શંખેશ્વર નજીક પંચાસર ગામ પાસે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવી રહેલ ઝેન ગાડીના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી ચારે પદયાત્રીઓને હડફેટે લેતા હવામાં ફંગોળાઈ પદયાત્રીઓ પટકાયા હતા.
ગાડી ચાલક અડફેટે લીધા બાદ રોકાવવના બદલે પુર ઝડપે ગાડી હંકારી હતી. આગળ ૨૦૦ મીટર દૂર જતા જ પસાર થઈ રહેલ અન્ય એક રિક્ષાને ધડાકાભેર ટકરાઈ ગાડી પલટી મારી ઝાડીઓમાં ઘુસી ગઈ હતી. ૪ પદયાત્રીઓ પૈકી એક યાત્રાનું માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું.
રિક્ષાને ટક્કર વાગતાં પલટી મારતાં અંદર સવાર મુસાફર પૈકી અંદાજે દશ વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત થયું હતું. રિક્ષા ચાલક તેમજ અન્ય ત્રણ પદયાત્રીઓ મળી ૪ લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી.શંખેશ્વરના પંચાસર નજીક હાઇવે ઉપર જઈ રહેલા પદયાત્રીઓને પાછળથી આવી રહેલા ગાડી ચાલકે અડફેટે લઈ ૨૦૦ મીટર દૂર પસાર થઈ રહેલ રિક્ષાને પણ ધડાકા ભેરટક્કર મારી ગાડી પલટી મારી જતા ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી.
અકસ્માતમાં પદયાત્રી તેમ જ રિક્ષામાં બેઠેલા બાળક મળી ૩ના સ્થળ જ મોત થયા હતા. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું છે. ગાડી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જાેકે, પોલીસે ઝડપી પાડ્યો છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.