ગુજરાતમાં 64 લાખથી વધુ વિશ્વકર્મા વંશજો રહે છે. અમદાવાદ સ્થિત પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્વકર્મા રત્ન ઍવોર્ડ 2022 (VRA2022) નું આયોજન કરવામાં આવ્યું હતું , પંચાલ યુવા સંગઠન વિશ્વકર્મા સમાજના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 5 વર્ષ થી કાર્યરત છે. પંચાલ યુવા સંગઠન ગુજરાતના 16 જીલ્લાઓમાં કાર્યરત છે જેમાં 8500 થી પણ વધુ વિશ્વકર્મા વંશજો સંગઠનના સભ્ય તરીકે જોડાયેલા છે.
પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ત્રીજી વાર આયોજન કરવામાં આવ્યું હતું .પંચાલ યુવા સંગઠન શિક્ષણ, સેવા, અને રોજગારના માધ્યમથી વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગ ના વિધાર્થીઓના અભ્યાસ અર્થ જરૂરી મદદ થતા માર્ગદર્શન પૂરું પાડે છે. તેમજ રોજગારીની તકો પૂરી પાડવા માટે અનેક કાર્યો પંચાલ યુવા સગઠન કરી રહ્યું છે અને સાથે વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને માર્ગદર્શન પૂરુ પાડતો “ ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેસ ઓર્ગેનાઈઝેશન ” જેવા વિવિધ કાર્યક્રમો કરે છે.
વિશ્વકર્મા સમા જે પોતાની આગવી સુજબૂજ અને કુનેહથી સામાજીક અને ઔદ્યૌગિક ક્ષેત્રે અનેક સિદ્ધિના શિખરો સર કર્યા છે. દેશના ઔધૌગિક ક્રાંતિમાં વિશ્વકર્મા સમાજે સિંહ ફાળો આપ્યો છે. આમ જે પણ વિશ્વકર્મા વંશજોએ શિક્ષણ, ફિલ્મ જગત, સિગિંગ ઉધોગ જેવા અનેક ક્ષેત્રોમાં પોતાની સુજબુજ અને આવડત થી સમાજ અને દેશના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે . આમ જે પણ વિશ્વકર્મા સમાજ વંશજોએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પોતાના ક્ષેત્રમાં કાર્યો થકી વિશિષ્ટ સિદ્ધિ મેળવી દેશ અને સમાજ નું ગૌરવ વધાર્યું છે. તેવી વિશ્વકર્મા સમાજની વિભૂતીઓને સન્માનીત કરવાનો કાર્યક્રમ “વિશ્વકર્મા રત્ન ઍવોર્ડ 2022” તા: 03/01/2022 ને મંગળવારના રોજ સાંજે 4 કલાકે પંડિત દિન દયાલ ઉપાધ્યાય ઓડિટોરિમ હોલ, એસ જી હાઈવે અમદાવાદ ખાતે યોજાયો હતો.
જેમાં વિશ્વકર્મા સમાજ ની વિભૂતિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પંચાલ સમાજના 45 વ્યક્તિઓને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. અલગ અલગ 10 કેટેગરી ની વ્યક્તિઓને વિશ્વકર્મા રત્ન એવોર્ડ 2022 થી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અતિથિ વિશેષ અમદાવાદ ના મેયર કિરીટકુમાર પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ અને મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ ભારતી આશ્રમ જૂનાગઠ, વગેરે મહેમાનો ઉપસ્થિત રહયા હતા.
GNS NEWS