Home દુનિયા - WORLD ન્યૂયોર્કમાં ગર્લફ્રેન્ડ સામે બોયફ્રેડની હત્યા, દર્દનાક ઘટના રોડ કેમેરામાં કેદ થઇ

ન્યૂયોર્કમાં ગર્લફ્રેન્ડ સામે બોયફ્રેડની હત્યા, દર્દનાક ઘટના રોડ કેમેરામાં કેદ થઇ

20
0

(GNS),05

ન્યૂયોર્કમાં એક પ્રખ્યાત એક્ટિવિસ્ટની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ દર્દનાક ઘટનાના ફૂટેજ CCTV કેમેરામાં કેદ થયા હતા. ખાનગી ન્યૂઝ પોર્ટલ અનુસાર, આ ઘટના ન્યૂયોર્કના બ્રુકલિનમાં બની હતી, જ્યારે કાર્સન તેની ગર્લફ્રેન્ડ સાથે બાકડા પર પહેલા બેઠો હતો. 32 વર્ષીય રેયાન કાર્સન પર સોમવારે સવારે 4 વાગ્યાની આસપાસ હુમલાખોરે છરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં ત્યાથી ભાગી ગયો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં કાર્સન અને તેની ગર્લફ્રેન્ડ આઇલૈંડ પર લગ્નમાંથી પરત ફર્યા બાદ બસ સ્ટોપની બેન્ચ પર બેઠેલા જોવા મળી રહ્યા છે, પછી બંને ઉભા થાય છે અને ચાલવાનું શરૂ કરે છે..

તેમની આગળ એક વ્યક્તિ રોડ કિનારે પાર્ક કરેલા સ્કૂટરને કારણ વગર લાત મારે છે. ત્યારબાદ હુમલાખોર તેમની તરફ વળ્યો અને પૂછ્યું કે શું જોઈ રહ્યો છે અને કાર્સનને છાતીમાં અનેક વાર છરી વડે ઘા મારવા લાગ્યો હતો. જ્યારે કાર્સન ઘાયલ હાલતમાં જમીન પર પડેલો હતો ત્યારે હુમલાખોર પાછો ફર્યો અને તેની ગર્લફ્રેન્ડ પર થૂંક્યો હતો અને ચાલ્યો ગયો. કાર્સનને ગંભીર હાલતમાં કિંગ્સ કાઉન્ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ છરીના કરેલા ઘા માંથી એક વાર તેના હૃદયમાં ઘૂસી જતાં તેનું મોત થયું હતું..

પોલીસે જણાવ્યું તે મુજબ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ ચાલુ છે. કાર્સન વિશે જાણવા મળ્યું છે કે તે ન્યૂયોર્ક પબ્લિક રિસર્ચ ગ્રૂપ માટે પ્રખ્યાત કાર્યકર અને લાંબા સમયથી અભિયાન આયોજક હોવાનું કહેવાય છે. કાર્સનના મિત્રોએ હત્યા અંગે શોક વ્યક્ત કર્યો હતો. કાર્સનના મિત્રોએ ખાનગી ન્યુઝ ચેનલને જણાવ્યું કે તેમની સક્રિયતા સ્થિરતા અને પર્યાવરણીય નીતિઓ પર કેન્દ્રિત હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સંવેદનહીન હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું. ન્યુયોર્ક સિટી કાઉન્સિલ મેમ્બર ચી ઓસે લખ્યું, આજે બ્રુકલિનમાં રેયાન કાર્સનની ઘાતકી હત્યા વિશે જાણીને હું ભયભીત છું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાઉસ સ્પીકર બનવા માટે પુછવામાં આવ્યું : ડોનાલ્ડ ટ્રમ્પ
Next articleપાકિસ્તાન પરત ફરવા ભાગેડુ નવાઝ શરીફે બુક કરાવી એર ટિકિટ