(GNS),22
વર્લ્ડ કપની 21મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ધર્મશાલામાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ સારી બોલિંગ કરીને ન્યૂઝીલેન્ડના બંને ઓપનરોને સસ્તામાં આઉટ કર્યા હતા. જો કે આ પછી રચિન રવિન્દ્ર અને ડેરીલ મિશેલે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને સંભાળી લીધી હતી. રચિને ભારત સામે તેની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. તેણે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા બંનેના બોલ પર ઘણા રન બનાવ્યા હતા..
રચિન રવિન્દ્ર પણ વહેલો આઉટ થઈ શક્યો હોત પરંતુ ન્યુઝીલેન્ડની ઈનિંગની 11મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ પોઈન્ટ પર એક સરળ કેચ છોડ્યો હતો. મોહમ્મદ શમી આ ઓવરો ફેંકી રહ્યો હતો. તેની ઓવરનો પાંચમો બોલ ઓફ સ્ટમ્પની બહાર હતો, જેના પર રચિને કટ શોટ રમ્યો હતો. બોલ હવામાં સીધો પોઈન્ટ તરફ ગયો અને જાડેજા ત્યાં ફિલ્ડીંગ કરી રહ્યો હતો. બોલ તેની ડાબી તરફ આવ્યો હતો પરંતુ જાડેજા પહેલાથી જ આગળ વધી ગયો હતો. આ કારણે તેના હાથમાંથી બોલ છટકી ગયું અને રચિનને જીવતદાન મળ્યું. આ પછી રચિને જોરદાર બેટિંગ કરી અને 23મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આ દરમિયાન રચિને 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી..
રચિનનો કેચ છોડવો ભારતને મોંઘો પડ્યો. કારણ કે જ્યારે જાડેજાએ ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેનનો કેચ છોડ્યો ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાને 40 રન હતો અને આ પછી આગામી 11 ઓવરમાં ન્યૂઝીલેન્ડે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 67 રન બનાવી લીધા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી, રચિને ડેરિલ મિશેલ સાથે ત્રીજી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી. આવી સ્થિતિમાં જાડેજાનું રચિનનો કેચ છોડવો ટીમ ઈન્ડિયા માટે મોંઘો સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે રચિન રવિન્દ્ર ભારતીય મૂળનો ખેલાડી છે. તેનું નામ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામના અક્ષરો પરથી રાખવામાં આવ્યું છે. તે રવિન્દ્ર જાડેજાને પોતાનો આઇડલ માને છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.