Home રમત-ગમત Sports ન્યૂઝીલેન્ડ માટે રમવા હંમેશાંની માફક આતુર છું : ટ્રેન્ટ બોલ્ટ

ન્યૂઝીલેન્ડ માટે રમવા હંમેશાંની માફક આતુર છું : ટ્રેન્ટ બોલ્ટ

22
0

(GNS),11

ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમ માટે મહત્વની ભૂમિકા અદા કરવા માટે કિવિ ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ આતુર છે. તેણે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ માટે રમવા માટે હંમેશાંની માફક આતુર છું. 34 વર્ષીય ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ નિયમિતપણે આઇપીએલમાં રમતો આવ્યો છે અને તેને કારણે તે ભારતની પિચો તથા હવામાનથી પરિચિત છે. ગયા વર્ષે બોલ્ટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો પરંતુ તે હવે નેશનલ ટીમમાં પરત ફર્યો છે અને આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જનારી ન્યૂઝીલેન્ડની વન-ડે ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના પ્રવાસ સાથે ન્યૂઝીલેન્ડની વર્લ્ડ કપ માટેની તૈયારીનો પ્રારંભ થશે. છેલ્લે 2019ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ રનર્સ અપ રહ્યું હતું.

ઇંગ્લેન્ડ સામેની ફાઇનલ મેચ ટાઈ થયા બાદ બાઉન્ડ્રીના નિયમને આધારે ઇંગ્લેન્ડ વિજેતા જાહેર થયું હતું. આમ ન્યૂઝીલેન્ડના હાથમાં આવેલો કપ છીનવાઈ ગયો હતો. આ કમી પૂરી કરવા માટે કિવિ ટીમ અત્યારથી તડામાર તૈયારી કરી રહી છે અને તેમાં ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ ટીમને વધુ મજબૂતી પ્રદાન કરશે. ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે જણાવ્યું હતુ કે હું પુનરાગમન માટે હંમેશાં આતુર હતો. આ સાથે હું વર્લ્ડ કપ માટેની તૈયારી પણ કરી રહ્યો હતો. ગઈ વખતે અમે વર્લ્ડ કપમાં જે પ્રકારે રમત દાખવી હતી તે યાદ કરતાં રોમાંચ વ્યાપી જાય છે. ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ છેલ્લે ગયા વર્ષના સપ્ટેમ્બરમા વન-ડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ માટે રમ્યો હતો. તેણે ગુરુવારે એક વેબસાઈટને જણાવ્યું હતું કે નેશનલ ટીમ માટે રમવા હું અત્યંત આતુરતા અનુભવી રહ્યો છું અને આશા છે કે આ વખતે મહત્વની ભૂમિકા ભજવીશ. ચાર વર્ષ અગાઉ અમે ટાઇટલથી ઘણા નજીક પહોંચી ગયા હતા. આ વખતે અમે જીતવાનો પ્રયાસ કરીશું. વિશ્વભરમાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવા માટે બોલ્ટે ગયા વર્ષે બોર્ડ સાથે કરાર કર્યો ન હતો તે અંગે વાતચીત કરતાં આ ડાબોડી ઝડપી બોલરે જણાવ્યું હતું કે તે નિર્ણય આસાન ન હતો. ન્યૂઝીલેન્ડના ક્રિકેટથી દૂર રહેવું આસાન નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય ટીમની જર્સી પર આ શું લખાયું?… ટીમ ઇન્ડિયા આવી ટીશર્ટ પહેરીને મેચ રમશે!..
Next articleનિફ્ટી ફયુચર ૧૯૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!