(જી.એન.એસ) તા. 17
ન્યૂઝીલેન્ડમાં એક મોટી હવાઈ દુર્ઘટના ટળી હતી જેમાં એક પેસેન્જર પ્લેન તેનું એન્જિન બંધ થઈ ગયા બાદ ન્યૂઝીલેન્ડ એરપોર્ટ પર પાછું સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. ફાયર એન્ડ ઈમરજન્સી ન્યુઝીલેન્ડ શિફ્ટ સુપરવાઈઝર લીન ક્રોસને જણાવ્યું હતું કે ક્વીન્સટાઉનથી ઉડાન ભર્યાના લગભગ 50 મિનિટ પછી પ્લેન ઈન્વરકાર્ગિલ પહોંચ્યું ત્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ પહેલેથી જ તૈનાત હતા.
આ ઘટના બાબતે ક્વીન્સટાઉન એરપોર્ટના પ્રવક્તા કેથરીન નિન્ડે જણાવ્યું હતું કે એન્જિનમાં આગ લાગવાનું કારણ અને તેમાં સવાર મુસાફરોની સંખ્યા તુરંત જાણી શકાઈ નથી, 53,000ની વસ્તી ધરાવતું ક્વીન્સટાઉન ન્યૂઝીલેન્ડના સાઉથ આઈલેન્ડનું લોકપ્રિય પર્યટન સ્થળ છે, જે સ્કીઈંગ માટે પ્રખ્યાત છે. સાહસિક પર્યટન અને આલ્પાઇન વિસ્ટા માટે પ્રખ્યાત છે. વર્જિન ઑસ્ટ્રેલિયાએ ઈમેલ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના “સંભવિત પક્ષી અથડાવવા” ને કારણે થઈ હોવાનું અનુમાન છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન બોઈંગ 737-800 જેટ એરક્રાફ્ટ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન માટે ઉડાન ભરી ત્યારે આગ લાગી હતી. આ સમય દરમિયાન, પ્લેનને ડાયવર્ટ કરીને ન્યુઝીલેન્ડના ઇન્વરકારગિલ શહેરમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.
ન્યુઝીલેન્ડમાં એક પ્લેન ક્રેશ થતા રહી ગયું છે. આ દુર્ઘટનામાં મુસાફરોનો મોટો બચાવ થયો છે. આ દુર્ઘટનાને લઈને સવાલ ઉભા થયા છે કે પાયલોટનો વાંક હતો કે પછી વિમાનના એન્જિનમાં કોઈ ખરાબી હતી. વિમાન લેન્ડ થયા બાદ તમામ બાબતોની વિગતે તપાસ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.