(GNS),14
ન્યૂઝીલેન્ડે શુક્રવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચમાં બાંગ્લાદેશને આઠ વિકેટે કચડીને જીતની હેટ્રિક નોંધાવી હતી. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે ફિલ્ડિંગ લીધી હતી. બાંગ્લાદેશની ટીમે નિર્ધારિત ઓવરમાં નવ વિકેટે 245 રન કર્યા હતા જવાબમાં કેપ્ટન કેન વિલિયમ્સન (78) અને ડેરિલ મિચેલ (89*)ની મદદથી કિવી ટીમે 42.5 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 248 રન સાથે લક્ષ્ય પાર પાડ્યું હતું. બાંગ્લાદેશ તરફથી મુસ્તફિઝુર અને શાકિબને એક-એક સફળતા મળી હતી. ઈજામાંથી સ્વસ્થ થઈને ટીમમાં પુનરાગમન કરનાર કિવી ટીમના સુકાની કેન વિલિયમ્સને ફિફ્ટી ફટકારી હતી અને તે રિટાયર્ડ હર્ટ થયો હતો. મેચના પ્રથમ બોલ પર જ બાંગ્લાદેશનો ઓપનર લિટન દાસ ગોલ્ડન ડક સાથે આઉટ થયો હતો.
બોલ્ટના બોલ પર દાસ બાઉન્ડ્રી પર હેનરીના હાથે ઝીલાયો હતો. બાંગ્લાદેશની શરૂઆત કંગાળ રહી હતી અને 56 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. કેપ્ટન શાકિબ 40 રન સાથે બીજું સર્વોચ્ચ યોગદાન આપ્યું હતું. વિકેટકીપર મુશ્ફિકુર રહિમે 75 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 66 રન કરતા ટીમ 200થી વધુનો સ્કોર ખડકી શકી હતી. ન્યૂઝીલેન્ડના પેસ આક્રમણ સામે બાંગ્લાદેશની ટીમ 245 સુધી સિમિત રહી હતી. લોકી ફર્ગ્યુસને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. બોલ્ટ અને હેનરીએ બે-બે જ્યારે ફિલિપ્સ અને સેંટનરે એક-એક વિકેટ લીધી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.